North Sea Ship Collision: સમુદ્રમાં ઓઈલ ટેન્કર અને કાર્ગો શિપ વચ્ચે ટક્કર બાદ આગ લાગી, 36 લોકોનું રેસ્ક્યૂ

North Sea Ship Collision: ઈસ્ટ યોર્કશાયર કોસ્ટ પાસે ઓઈલ ટેન્કર અને માલવાહક જહાજ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે બંનેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં તમામ 36 લોકોનો આબાદ બચાવ થયો છે.

Written by Ankit Patel
Updated : March 11, 2025 10:43 IST
North Sea Ship Collision: સમુદ્રમાં ઓઈલ ટેન્કર અને કાર્ગો શિપ વચ્ચે ટક્કર બાદ આગ લાગી, 36 લોકોનું રેસ્ક્યૂ
સમુદ્રમાં ઓઈટ ટેન્કર અને કાર્ગો શિપ વચ્ચે ટક્કર બાદ આગ લાગી - (Photo- @CitizenFreePress/X)

Oil Tanker Cargo Ship Crash: સોમવારે ઈસ્ટ યોર્કશાયર કોસ્ટ પાસે ઓઈલ ટેન્કર અને માલવાહક જહાજ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે બંનેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં તમામ 36 લોકોનો આબાદ બચાવ થયો છે. આગ લાગ્યા બાદ તુરંત જ મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગ્રિમ્સબી ઈસ્ટ પોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ માર્ટિન બોયર્સે જણાવ્યું હતું કે તમામ લોકોને બોટ દ્વારા કિનારે લાવવામાં આવ્યા હતા.

બ્રિટનની મેરીટાઇમ અને કોસ્ટ ગાર્ડ એજન્સીએ જણાવ્યું હતું કે આગ ઓલવવા માટે અનેક લાઇફ બોટ, એક કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર, એક કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ અને નજીકના જહાજો તૈનાત કરવામાં આવ્યા હતા. યુ.એસ.ના ધ્વજવાળા કેમિકલ અને તેલ ઉત્પાદનોના ટેન્કર એમવી સ્ટેના ઈમેક્યુલેટ અને પોર્ટુગીઝ ધ્વજવાળા કાર્ગો જહાજ સોલોંગ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ પૂર્વ યોર્કશાયરના બંદર શહેર હલ પાસે થઈ હતી અને સ્થાનિક સમય અનુસાર સવારે 9:48 વાગ્યે તેની જાણ થઈ હતી.

સ્થાનિક સાંસદ ગ્રેહામ સ્ટુઅર્ટે કહ્યું કે તેમણે આ ઘટના અંગે પરિવહન સચિવ સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે ઓઈલ ટેન્કર યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ માટે જેટ ઈંધણ લઈ જતું હતું, જેમાંથી કેટલાક ઉત્તર સમુદ્રમાં લીક થઈ રહ્યા હતા. જ્યારે સોલોંગ જહાજ અન્ય કાર્ગો સિવાય કેમિકલ સોડિયમ સાયનાઈડના 15 કન્ટેનર પણ લઈ જતું હતું. અંગ્રેજી ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત કરવામાં આવેલી છબીઓમાં ગાઢ કાળો ધુમાડો અને જ્વાળાઓ અથડામણના સ્થળથી લગભગ 10 માઇલ (16 કિમી) દૂર ઉછળતી જોવા મળી હતી.

RNLI લાઇફબોટ એજન્સીએ જણાવ્યું કે, ‘અહેવાલ મુજબ, અથડામણ બાદ ઘણા લોકો જહાજમાંથી ભાગી ગયા હતા અને બંને જહાજોમાં આગ લાગી હતી.’ અધિકારીઓએ હજુ સુધી આ ઘટનાનું કારણ જણાવ્યું નથી.

સ્ટેના બલ્કના ચીફ એક્ઝિક્યુટિવ એરિક હેનેલે બીબીસીને જણાવ્યું હતું કે અથડામણનું કારણ શું હતું તે કહેવું ખૂબ જ વહેલું હતું. બીબીસી પરના એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે આગ લાગ્યા બાદ બંને જહાજોમાંથી મોટો કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ઈમરજન્સી ટીમોએ બચાવ કામગીરી પૂર્ણ કરી લીધી છે.

હેરિઓટ વોટ યુનિવર્સિટીના દરિયાઈ જીવવિજ્ઞાનના સહયોગી પ્રોફેસર ડૉ. માર્ક હાર્ટલે બીબીસીને જણાવ્યું કે સોડિયમ સાયનાઈડ પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે અને તે ઝેરી હોઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ