NPPA 69 Formulations Drugs Price Fixe : ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર (બીપી)ના દર્દીઓ માટે એક રાહતના સમાચાર છે. ડાયાબિટીસ, બીપી સહિત અમુક દવા સસ્તી થવાની છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ 69 ફોર્મ્યુલેશનની રિટેલ કોસ્ટ અને 31 ફોર્મ્યુલેશન્સની સીલિંગ કોસ્ટ નક્કી કરી છે. ભાવ મર્યાદાનું પાલન ન કરનાર ફાર્મા કંપનની એ વસૂલવામાં આવેલી વધારે કિંમત સરકારને પરત કરવી પડશે. એનપીપીએ ટાઈપ 2 ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એન્ટિબાયોટિક્સ, કફ સિરપ અને ડિપ્રેશનની ઘણી દવાના ભાવને પ્રાઇસ કન્ટ્રોલ હેઠળ આવરી લીધી છે.
કઇ કઇ દવા સસ્તી થશે?
એનપીપીએ 69 દવા પર ભાવ મર્યાદા લાગુ કરી છે. આથી ટાઈપ 2 ડાયાબિટીસ ની માટે Dpagliflozinનું કોમ્બિનેશન, Metformin Hydrochloride (Extended Release) અને Glimpepiride ટેબ્લેટની કિંમત 14 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તો Sitagliptin Phosphate, Metformin Hydrochloride અને Glimpepiride Combinationની કિંમત 13 નક્કી કરવામાં આવી છે. સન ફાર્માસ્યુકિલ્સ, આલ્કેમ લેબોરેટરીઝ, સિપ્લા, મેનકાઇન્ડ ફાર્મા, લુપિન અને ટોરેન્ટ ફાર્મા જેવી ઘણી કંપનીઓની દવા આ યાદીમાં સામલે કરવામાં આવી છે.
ઉપરાંત એનપીપીએની યાદીમાં 39 ફોર્મ્યુલેશન ડ્રગ પણ સામેલ કરવામાં આવ્યા છે. જે હેઠળ Snake Venom Antiserum ની વેચાણ કિંમત 428 કિંમત નક્કી કરી છે. તો એચઆઈવીની દવા Sidovudine, થેલેસેમિયાની સારવારમાં ઉપયોગી Desferrioxamine અને અસ્થમા – દમની બીમારીમાં વપરાતી Budesonide – Formoterol કોમ્બિનેશનની કિંમતી પણ પ્રાઈસ લિમિટના દાયરામાં આવરી લેવામાં આવી છે.
એનપીપીએ શું છે? (What It Is NPPA?)
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) એક સરકારી વિભાગ છે, જેની રચના સ્થાપના વર્ષ 1997માં કરવામાં આવી હતી. દવા ભાવ નિર્ધારણ, દવાની કિંમત ઘટાડવા અને તેમા ફેરફાર કરવાની કામગીરી એનપીપીએ કરે છે. ઉપરાંત ડ્રગ પ્રાઈસ કન્ટ્રોલ ઓર્ડરની જોગવાઇ લાગુ કરવાની જવાબદારી પણ એનપીપીએની છે.

આ પણ વાંચો | ડાયાબિટીસના દર્દીઓ નાસ્તામાં ઈંડા અને ઈડલી – ઢોસાનું સેવન કરી શકે છે? બ્લડ સુગર કન્ટ્રોલ કરવા આ ડાયટ ચાર્ટ ફોલો કરો
દવાની કિંમત ડિસ્પ્લે કરવા નિર્દેશ
એનપીપીએ દરેક રિટેલર અને ડીલરને પોતાની દુકાન કે ઓફિસમાં દવાઓની કિંમતને સ્પષ્ટ રીતે ડિસ્પ્લે કરવાનું ફરજિયાત બનાવ્યું છે. તેનાથી ગ્રાહકોને દવાઓની કિંમતની જાણકારી સરળતાથી મળી શકે છે.





