ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને NSA અજીત ડોભાલે કહ્યું - કોઇ એવી તસવીર દેખાડો જેમાં ભારતને નુકસાન થયું હોય

NSA Ajit Doval On Operation Sindoor: એનએસએ અજિત ડોભાલે ઓપરેશન સિંદૂર પર કહ્યું કે બ્રહ્મોસથી લઈને રડાર સુધી આપણે પુરી રીતે ભારતીય સામાનનો ઉપયોગ કર્યો હતો. અમને ખરેખર ગર્વ છે

NSA Ajit Doval On Operation Sindoor: એનએસએ અજિત ડોભાલે ઓપરેશન સિંદૂર પર કહ્યું કે બ્રહ્મોસથી લઈને રડાર સુધી આપણે પુરી રીતે ભારતીય સામાનનો ઉપયોગ કર્યો હતો. અમને ખરેખર ગર્વ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
NSA Ajit Doval, NSA, Ajit Doval, અજિત ડોભાલ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ (ફાઇલ ફોટો)

NSA Ajit Doval On Operation Sindoor: દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલે આઈઆઈટી મદ્રાસના પદવીદાન સમારંભમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આપણે પાકિસ્તાનમાં નવ ટેરર લોન્ચ પેડને નિશાન બનાવવાનો નિર્ણય કર્યો હતો. અમારાથી એકપણ ચુક થઇ નથી. અમે તેના સિવાય બીજે ક્યાંય નિશાન બનાવ્યા નથી. એટલું જ નહીં એનએસએએ એમ પણ કહ્યું કે મને એવી કોઇ તસવીર બતાવો જેમાં ભારતને નુકસાન થયું હોય.

Advertisment

એનએસએ અજિત ડોભાલે આઈઆઈટી મદ્રાસમાં કહ્યું કે બ્રહ્મોસથી લઈને રડાર સુધી આપણે પુરી રીતે ભારતીય સામાનનો ઉપયોગ કર્યો હતો. અમને ખરેખર ગર્વ છે કે અમે તેમાં ભારતીય સામાનનો જ ઉપયોગ કર્યો. અમે પાકિસ્તાનના આરપાર 9 આતંકવાદી લોન્ચ પેડ્સને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું. અમારાથી એકપણ ચુક થઇ નથી. અમે તેના સિવાય બીજે ક્યાંય નિશાન બનાવ્યા નથી. તે તે પોઇન્ટ સુધી સચોટ હતું કે જ્યાં અમને ખબર હતી કે કોણ ક્યાં છે. આ સમગ્ર ઓપરેશનમાં 23 મિનિટનો સમય લાગ્યો હતો. તમે મને એકપણ તસવીર બતાવો જેમાં ભારત તરફથી થયેલા કોઈપણ નુકસાનને બતાવે.

ડોભાલે વિદેશી મીડિયાની ઝાટકણી કાઢી

અજિત ડોભાલે ઓપરેશન સિંદૂર પર રિપોર્ટિંગ કરવા બદલ વિદેશી મીડિયાની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે વિદેશી મીડિયાએ કહ્યું કે પાકિસ્તાને આ કર્યું અને તે કર્યું. મને એકપણ એવી તસવીર બતાવો કે જે કોઈ પણ ભારતીય માળખાને કોઇપણ પ્રકારનું નુકસાન હોય, અહીં સુધી કે એક કાચ પણ તુટ્યો નથી. તેમણે આ વાતો લખી અને ફેલાવી હતી. આ તસવીરોમાં 10 મે પહેલા અને પછી પાકિસ્તાનના માત્ર 13 એરબેઝ જોવા મળ્યા હતા, પછી તે સરગોધા હોય, રહીમ યાર ખાન, ચકલાલા હોય. હું તમને માત્ર એટલું જ જણાવું છું કે જે વિદેશી મીડિયાએ તસવીરોના આધારે ફેલાવ્યું.

આ પણ વાંચો - સિદ્ધારમૈયાએ કહ્યું – હું કર્ણાટકનો મુખ્યમંત્રી છું, હું અહીં બેઠો છું, સીએમ પદ પર કોઇ વેકેન્સી નથી

Advertisment

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભાર આપ્યો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભાર મૂકતાં ડોભાલે તેને ગેમ ચેન્જર ગણાવી હતી અને કહ્યું હતું કે ભારતે વિદેશી સ્ત્રોતો પર આધાર રાખ્યા વિના ઉભરતી ટેકનોલોજીને ઝડપથી અપનાવવી જોઇએ. તેમણે કહ્યું કે ચીનને 5G વિકસાવવા માટે 12 વર્ષ લાગ્યા અને 300 અબજ ડોલરનું રોકાણ કરવું પડ્યું હતું. આપણી પાસે ના તો એટલો સમય કે ના પૈસા. માત્ર અઢી વર્ષમાં આપણે એક સ્વદેશી વિકલ્પ તૈયાર કર્યો છે. આ સિદ્ધિ માટે આપણે પોતાના પ્રાઇવેટ સેક્ટરના આભારી છીએ.

ભારત પાકિસ્તાન સંઘર્ષ ઓપરેશન સિંદૂર પાકિસ્તાન india