/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/obscene-content-OTT-Bans.jpg)
કેન્દ્ર સરકારે અશ્લિલ કન્ટેન્ટ બતાવતા ઓટીટી પ્લેટફોર્મ અને એપ્સ પર પ્રતિબંધ મુક્યો (પ્રતિકાત્મક તસવીર)
અશ્લિલ કન્ટેન્ટ બતાવતા ઓટીટી પ્લેટફોર્મ અને એપ્સ બ્લોક : કેન્દ્ર સરકારે ગુરુવારે (14 માર્ચ 2023) અશ્લીલ કન્ટેન્ટ પીરસતા 18 ઓટીટી પ્લેટફોર્મને બ્લોક કરી દીધા છે. આ ઓટીટી પ્લેટફોર્મના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ અશ્લીલ, નગ્ન અને પોર્નોગ્રાફિક સામગ્રી બતાવવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે કેમ આ ઓટીટી અને એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો?
સૂચના અને પ્રસારણ મંત્રાલયના નિવેદન અનુસાર સરકારે 18 ઓટીટી પ્લેટફોર્મ અને 19 વેબસાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 10 એપ્સ પણ બ્લોક કરવામાં આવી છે, જેમાંથી 7 ગૂગલ પ્લે સ્ટોર અને 3 એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ હતી. સરકારે ભારતમાં 57 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે, જેના પર અશ્લિલ કન્ટેટ પિરસવામાં આવતું હતુ, હવે આ ભારતમાં એક્સેસ કરી શકાશે નહીં.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે ઓટીટી પ્લેટફોર્મ પર 'ક્રિએટિવ એક્સપ્રેશન'ની આડમાં નગ્નતા, અશ્લીલતા અને દુર્વ્યવહારનો પ્રચાર ન કરવા પર ભાર મૂક્યો હતો.
સરકારના નિવેદન અનુસાર, ઓટીટી પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય સરકારના અન્ય મંત્રાલયો / વિભાગો અને મીડિયા અને મનોરંજન, મહિલા અધિકારો અને બાળ અધિકારોમાં વિશેષતા ધરાવતા ડોમેન નિષ્ણાતો સાથે પરામર્શ કરીને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 ની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Rohit Shetty Birthday : સાડી પ્રેસ કરવાથી લઈને કરોડપતિ બનવા સુધીની નિર્દેશક રોહિત શેટ્ટીની દિલચસ્પ કહાની
આ ઉપરાંત આઈપીસીની કલમ 292 અને મહિલા અશોભનીય પ્રતિનિધિત્વ (પ્રોહિબિશન) એક્ટની કલમ 67 અને 67એ અને 1986ની કલમ 4 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા 18 ઓટીટી એપ્સ પર પ્રતિબંધ
Voovi
Yessma
Uncut Adda
Tri Flicks
X Prime
Neon X VIP
Besharams
Hunters
Rabbit
Xtramood
Nuefliks
આ પણ વાંચો - TMKOC : બબીતા અને ટપ્પુની સગાઈ વિશે આવ્યા મોટા અપડેટ, જાણો મુનમુન દત્ત અને રાજ અનડકટનું રિલેશનશીપ સ્ટેટ્સ
MoodX
Mojflix
Hot Shots VIP
Fugi
Chikooflix
Prime Play


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us