ઓડિશામાં બાંગ્લાદેશના ઘુસણખોરને આશ્રય આપનાર ગેંગનો પર્દાફાશ, સિકંદર આલમની ધરપકડ, પોલીસે બુલડોઝર ચલાવ્યું

Illegal Bangladeshi Immigrants In India: ઓડિશા પોલીસે પોલીસે સિકંદર આલમનો પાસપોર્ટ અને અન્ય ઘણા દસ્તાવેજો કબજે કર્યા છે. તેના નાના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે.

Written by Ajay Saroya
November 23, 2025 15:44 IST
ઓડિશામાં બાંગ્લાદેશના ઘુસણખોરને આશ્રય આપનાર ગેંગનો પર્દાફાશ, સિકંદર આલમની ધરપકડ, પોલીસે બુલડોઝર ચલાવ્યું
Illegal Bangladeshi Immigrants Arrested In Odisha : ઓડિશા પોલીસે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઘુષણખોરોની ધરપકડ કરી છે. (Photo: Express)

Illegal Bangladeshi Immigrants In India: ઓડિશા પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને આશ્રય આપતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. બાંગ્લાદેશીઓનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે પણ કરવામાં આવ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી સિકંદર આલમ ઉર્ફે સેકોની ધરપકડ કરી છે.

તાજેતરમાં જ પોલીસે બહેરામપુર ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડ્યા હતા અને ત્યારબાદથી સિકંદર આલમ ધરપકડથી બચવા માટે આમતેમ દોડી રહ્યો હતો. પોલીસે જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા અને જાજપુરથી તેની ધરપકડ કરી હતી.

પોલીસનું કહેવું છે કે સેકોનો પાસપોર્ટ અને અન્ય ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને તેના નાના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે.

બુલડોઝર થી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા

પોલીસને જાણવા મળ્યું છે કે સેકો અને તેના અન્ય સાથીઓ બાંગ્લાદેશના ગેરકાયદેસર ઘુષણખોરોને આશ્રય આપી રહ્યા હતા. કેટલીક મહિલાઓની તસ્કરી અને શોષણ પણ કરવામાં આવતું હતું. આ પછી જગતસિંહપુર જિલ્લા વહીવટીતંત્રે બુલડોઝર ચલાવીને સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને બાંધવામાં આવેલા બાંધકામને તોડી પાડ્યા હતા.

પોલીસ અને વહીવટી અધિકારીઓએ કહ્યું છે કે બાંગ્લાદેશીઓ જે માર્ગો દ્વારા ઓડિશા આવે છે તેના પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે સિકંદર આલમને આવી ગેંગ ચલાવવા માટે વિદેશથી પૈસા મળ્યા હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગૃહ મંત્રાલયે આ નિર્દેશ આપ્યો હતો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને ભારતમાં રહેતા બાંગ્લાદેશ અને મ્યાનમારના ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો. ઓડિશાના મુખ્યમંત્રીએ પોલીસ અને વહીવટીતંત્રને પણ રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ