Office Diwali Viral Gift Unboxing Video Viral :સોશિયલ મીડિયા પર દિવાળીના ઘણા વીડિયો વાયરલ થયા છે. જેમાથી મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સે ઓફિસની વાયરલ દિવાળી ગિફ્ટ જોઈ હશે. દિવાળી તહેવારના અવસર પર કોર્પોરેટ કંપનીએ કર્મચારીઓને તેમની સીટ પર સૂટકેસની અંદર રાખીને સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી.
આ સૂટકેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ગિફ્ટ્સ જોયા બાદ તે કંપનીના કર્મચારીઓની દિવાળી ઉજવાઇ હતી, જયારે અન્ય કંપનીના કર્મચારીઓએ તેમની પીડા સોશિયલ મીડિયા પર છલકાઈ ગઈ હતી. જો કે, મોટાભાગના લોકો જાણવા ઉત્સુક છે, દિવાળી ગિફ્ટ સૂટકેસમાં શું રાખવામાં આવ્યું છે. હવે આ સુટકેસ અનપેક કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
એક કર્મચારીએ આ દિવાળી ગિફ્ટ સૂટકેસ અનપેક કરી છે, તેનો એક વીડિયો સામે આવ્યો છે અને તેમાં શું છે તે જણાવે છે. વીડિયો જોયા બાદ લોકોની આંખો ફાટી ગઈ છે. આ સૂટકેસની અંદર બીજી એક નાની કેબિન સૂટકેસ હતી. તેની અંદર એક મોટું મીઠાઈનું બોક્સ હતું, જેમાં પ્રોટીન બાર અને વિવિધ પ્રકારના બાર હતા, અને મીઠાઈઓ પણ હતી.
આ સાથે તેની અંદર પિત્તળના સુંદર દીવા જેવી વસ્તુ રાખવામાં આવી હતી. આ જોઈને તે કર્મચારીઓનો દિવસ બની ગયો છે. બે ટ્રોલી બેગ, જેમાંથી એકનો ઉપયોગ કેબિન માટે ખૂબ જ આરામ સાથે કરી શકાય છે. આ સાથે કર્મચારીઓને મીઠાઈના બોક્સ પણ આપવામાં આવ્યા હતા. કર્મચારીએ આખરે અંગૂઠો દર્શાવ્યો છે, જેનો અર્થ એ છે કે તે કંપનીની ગિફ્ટથી સંતુષ્ટ છે, આ ઉપરાંત કોર્પોરેટ કંપનીએ બોનસ પણ આપ્યું હશે. હકીકતમાં, આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે, પરંતુ જેમને દિવાળીની ભેટ નથી મળી તેમના ચહેરા લટકી રહ્યા છે.