Om Prakash Chautala Death News: હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા નિધન પામ્યા છે. શુક્રવારે અચાનક તબિયત લથડતાં એમને ગુરુગ્રામ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં બપોરે 12 વાગ્યાના અરસામાં એમણે અંતિમ શ્વાસ લીધા અને 89 વર્ષની એમનું નિધન થયું.
ઓમ પ્રકાશ ચૌટાલાનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. હરિયાણાના પૂર્વ સીએમ અને ઈન્ડિયન નેશનલ લોકદળના પ્રમુખ ઓમ પ્રકાશ ચૌટાલાનું શુક્રવારે 89 વર્ષની વયે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઓમ પ્રકાશ ચૌટાલાનું કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. ઓમ પ્રકાશ ચૌટાલા છેલ્લે 5 ઓક્ટોબરે હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન જાહેરમાં જોવા મળ્યા હતા. તેઓ સિરસાના એક પોલિંગ બૂથ પર મતદાન કરવા પહોંચ્યા હતા.
હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું શુક્રવારે નિધન થયું છે. ગુરુગ્રામ મેદાંતા હોસ્પિટલમાં બપોરે એમણે અંતિમ શ્વાસ લીધા. શ્વાસની તકલીફને લીધે એમની તબિયત લથડતાં એમને હોસ્પિટલમાં લવાયા હતા. જોકે અહીં સારવાર દરમિયાન એમણે અંતિમ શ્વાસ લીધા. હોસ્પિટલ તરફથી એમના નિધનની જાહેરાત કરવામાં આવી છે.
ઓમ પ્રકાશ ચૌટાલા પાંચ વખત હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા હતા. 2 ડિસેમ્બર 1989એ તેઓ પ્રથમ વખત હરિયાણાના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓની રાજકીય કરિયર ઘણી સફળ અને લાંબી રહી છે. ઓમપ્રકાશ ચૌટાલાનો જન્મ 1લી જાન્યુઆરી 1935માં હરિયાણાના સિરસા ગામમાં થયો હતો.
ઓમ પ્રકાશ ચૌટાલા 5 વખત હરિયાણાના મુખ્યમંત્રી બન્યા
પૂર્વ નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલા હરિયાણાના સાતમા મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ 1 જાન્યુઆરી, 1935ના રોજ સિરસાના ચૌટાલા ગામમાં થયો હતો. તેઓ એક વાર નહીં પરંતુ પાંચ વખત હરિયાણાના સીએમ બની ચૂક્યા છે. ચૌટાલાએ 1989 માં પ્રથમ વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. તેમણે 1990 સુધી આ પદ સંભાળ્યું હતું. આ પછી, 12 જુલાઈ, 1990 ના રોજ, ચૌટાલાએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ચૌટાલાએ પાંચ દિવસ બાદ રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી, તેમણે 22 એપ્રિલ 1991 ના રોજ સીએમની ખુરશી સંભાળી હતી. પરંતુ માત્ર બે સપ્તાહ બાદ કેન્દ્ર સરકારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું હતું.