હવે માણસનું મગજ વાંચશે ChatGPT, કોઇ સર્જરીની જરૂર નહીં, OpenAI ના સેમ ઓલ્ટમેનનું સંશોધન

Brain Computer Chip Read Human Mind : ચેટજીપીટી બનાવનાર ઓપનએઆઈ સેમ ઓલ્ટમેન હવે બ્રેન કોમ્પ્યુટર ચિપ પર કામ કરી રહ્યા છે. તે માણસનું મગજ વાંચવાનું કામ કરશે. આ સંશોધન દ્વારા સેમ ઓલ્ટમેન એલોન મસ્કના ન્યૂરાલિંકને સીધી ટક્કર આપશે.

Written by Ajay Saroya
October 27, 2025 12:24 IST
હવે માણસનું મગજ વાંચશે ChatGPT, કોઇ સર્જરીની જરૂર નહીં, OpenAI ના સેમ ઓલ્ટમેનનું સંશોધન
Artificial Intelligence : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

OpenAI ChatGPT Sam Altman : ChatGPT બનાવનાર OpenAI ના સીઇઓ સેમ ઓલ્ટમેન હવે એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, જેનું નામ છે બ્રેન. મીડિયા રિપોર્ટ મુજબ ઓપન એઆઈ હવે Merge Labs પર કામ કરી રહ્યા છે, જે બ્રેન કોમ્પ્યુટર ઇન્ટરફેસ (BCI) હશે. આ સિસ્ટમનું કામ મગજના તરંગો અને અવાજને કેપ્ચર કરવાનું છે. આની સૌથી ખાસ વાત એ છે કે, તેની માટે કોઇ સર્જનની જરૂર પડશે નહીં.

સેમ ઓલ્ટમેનના આ અપકમિંગ પ્રોજેક્ટની સીધી ટક્કર દુનિયાના સૌથી ધનવાન એલોન મસ્કની ન્યૂરાલિંક કંપની સાથે થશે. ન્યૂરાલિક પણ માનવ મગજમાં BCI ચિપ ફિટ કરે છે. આનું કંપની પ્રથમ સફળ પરિક્ષણ કરી ચૂકી છે, જેની મદદથી યુઝર્સ મગજના તરંગો અને અવાજથી કોમ્પ્યુટરના કર્સરને ઓપરેટ કરી શક્યુ હતું.

નવી શોધમાં મગજનું ઓપરેશન કરવું પડશે નહીં

ન્યૂરાલિંક BCI ચિપ મગજમાં ફિટ કરવા માટે ખોપરીનું ઓપરેશન છે. તો સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે, તેના પ્રોજેક્ટમાં મગજરની સર્જરી કરવાની આવશ્યકતા રહેશે નહીં.

Merge Labs માટે વ્યાપક સ્તરે ભરતી

ધ વર્ઝની રિપોર્ટ મુજબ, સેમ ઓલ્ટમેન Merge Labs માટે એક મોટી અને પાવરફુલ ટીમ માટે ભરતી કરી રહ્યા છે. જેમા જાણીતા મોલીક્યુલર મિખાઇલ શિપારોનું નામ સામેલ છે. અલબત્ત તેઓ ક્યા હોદ્દા પર હશે તે હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.

ક્યા લોકોને ફાયદો થશે?

ન્યૂરાલિંકની BCI બ્રેન ચિપ એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે, જેઓ લકવાગ્રસ્ત છે. નોલન અર્બો પ્રથમ માનવ છે, જેમના મગજમાં ન્યૂરાલિંકની ચિપસેટ સફળતાપૂર્વક ફિટ કરવામાં આવી છે. તેઓ લકવાગ્રસત છે અને ગરદનની નીચાના અંગ કન્ટ્રોલ કરી શકતા નથી. આવી સ્થિતિમાં ન્યૂરાલિંકની બ્રેન ચિપ તેની માટે બહુ ઉપયોગી સાબિત થઇ છે. હાલ તેઓ સ્વસ્થ છે અને બ્રેન ચિપની મદદથી કોમ્પ્યુટર અને લેપટોપ ઓપરેટ કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ