ઓપરેશન 'દૂલ્હે રાજા': IB ઓફિસર બની 49 મહિલાઓને ફસાવી, સંબંધ બનાવી દુબઈ ભાગી જતો, પોલીસે દુલ્હન દબોચ્યો

Operation Dulhe Raja odisha : ઓડિશામાં એક વ્યક્તિએ આઈબી ઓફિસર હોવાનો ઢોંગ રચી મેટ્રિમોનિયલ સાઇટ્સ પરથી 49 મહિલાઓને ફસાવી તેમની સાથે છેતરપિંડી કરી, સંબંધ બનાવી દુબઈ ભાગી જતો, કેટલાકની સાથે પૈસાની પણ છેતરપિંડી કરી.

Operation Dulhe Raja odisha : ઓડિશામાં એક વ્યક્તિએ આઈબી ઓફિસર હોવાનો ઢોંગ રચી મેટ્રિમોનિયલ સાઇટ્સ પરથી 49 મહિલાઓને ફસાવી તેમની સાથે છેતરપિંડી કરી, સંબંધ બનાવી દુબઈ ભાગી જતો, કેટલાકની સાથે પૈસાની પણ છેતરપિંડી કરી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Operation Dulhe Raja odisha

ઓપરેશન દુલ્હે રાજા, ઓડિશા (પ્રતિકાત્મક તસવીર)

Operation Dulhe Raja : ઓડિશામાં છેતરપિંડીનો એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. IB ઓફિસર હોવાનો ઢોંગ કરીને 49 મહિલાઓને લગ્નનું ખોટું વચન આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે, તેના 5 વખત લગ્ન થઈ ચૂક્યા છે. માહિતી સામે આવી છે કે, તે મેટ્રિમોનિયલ સાઇટ્સ દ્વારા મહિલાઓનો સંપર્ક કરતો હતો અને તેમને પોતાની ચુંગાલમાં ફસાતો હતો. હવે આરોપી સત્યજીત મંગોવિંદ પોલીસની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisment

પ્લાનિંગ બાદ પોલીસે ધરપકડ કરી હતી

પોલીસ પહેલાથી જ કેસની તપાસ કરી રહી હતી અને તે મહિલાઓને શોધી રહી હતી, જે તેની મોડસ ઓપરેન્ડી વિશે માહિતી આપી શકે. બે મહિલાઓ પાસેથી માહિતી મેળવ્યા બાદ પોલીસે તેને પકડવાની યોજના બનાવી હતી. મહિલાઓએ જણાવ્યું કે, તેણે તેમને લગ્નનું વચન આપ્યું હતું અને લાખો રૂપિયાની લૂંટ પણ કરી હતી. જે બાદ પોલીસે ઓપરેશન 'દુલ્હે રાજા' શરૂ કર્યું હતું.

શું હતું ઓપરેશન દુલ્હે રાજા?

સ્થળ પર એક મહિલા પોલીસ અધિકારીની દુલ્હન તરીકે નોંધણી કરવામાં આવી હતી. જે બાદ તેણે સત્યજીતનો સંપર્ક કર્યો અને બંનેએ વાત શરૂ કરી. મહિલા પોલીસે તેને મળવા બોલાવ્યો અને પોલીસે તેને સ્થળ પર જ દબોચી લીધો. તે મોટે ભાગે છૂટાછેડા લીધેલી સ્ત્રીઓનો શિકાર કરતો હતો. લગ્નનું વચન આપીને લલચાવતો હતો.

આ પણ વાંચો - Waqf Board Act : કલમ 370, રામ મંદિર અને હવે વક્ફ બોર્ડ… શું મોદી સરકાર આજે ફરી કંઈક મોટું કરવા જઈ રહી છે?

Advertisment

અનેક રાજ્યોની મહિલાઓને શિકાર બનાવી

આરોપી સત્યજીતે અનેક રાજ્યોની મહિલાઓને શિકાર બનાવી હતી. મહિલાઓ સાથે સંબંધ બાંધ્યા બાદ તે દુબઈ ભાગી જતો હતો. તેણે દિલ્હી, ઓડિશા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોની મહિલાઓને નિશાન બનાવી હતી. હવે પોલીસે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે, તેની સામે અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવી શકે છે. તેણે મહિલાઓ સાથે જે છેતરપિંડી કરી હતી તે પૈસા પણ પોલીસ વસૂલ કરશે.

ઓડિશા ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ દેશ