મોકડ્રીલની નવી તારીખ જાહેર, પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા રાજ્યોમાં 31 મે ના રોજ યોજાશે

Mock Drill News: ઓપરેશન શીલ્ડ અંતર્ગત 31 મે ના રોજ સરહદી રાજ્યો જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં મોકડ્રીલ યોજાશે

Written by Ashish Goyal
May 29, 2025 21:52 IST
મોકડ્રીલની નવી તારીખ જાહેર, પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા રાજ્યોમાં 31 મે ના રોજ યોજાશે
Mock Drill : મોકડ્રીલ દરમિયાન સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સજાગ કરવામાં આવી રહ્યા છે (ANI)

Mock Drill News: ઓપરેશન શીલ્ડ અંતર્ગત 31 મે ના રોજ સરહદી રાજ્યો જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં મોકડ્રીલ યોજાશે. આ મોકડ્રીલ પહેલા 29 મે ના રોજ યોજાવાની હતી. જોકે વહીવટી કારણોસર ઓપરેશન શિલ્ડ મોકૂફ રાખવામાં આવ્યું હતું. હવે 31 મેના રોજ ફરી યોજાશે. આપણી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે, લોકોમાં જાગૃતિ લાવવા માટે ફરીથી મોકડ્રીલ યોજવામાં આવી રહી છે.

છેલ્લી મોકડ્રીલ દરમિયાન શું થયું?

આ પહેલા 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોકડ્રીલની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તે પહેલા 6 મે ની રાત્રે સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને પાકિસ્તાનમાં 9 આતંકી અડ્ડાઓનો સફાયો કરી દેવામાં આવ્યો. લશ્કરથી જૈશ સુધીના અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો હતો.

ઓપરેશન સિંદૂરથી શું મળ્યું?

ભારત સરકારે આપેલી માહિતી મુજબ ઓપરેશન સિંદૂરમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. મુરીદકે અને બહાવલપુરમાં કરવામાં આવેલી સ્ટ્રાઇકને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી હતી અને તેના દ્વારા અઝહર મસુદ અને હાફિઝ સઈદને સીધી ચોટ પહોંચાડી હતી. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન હુમલો કર્યો હતો. સતત બે દિવસની રાત્રે તેમણે સરહદી વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.

આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી, ત્રણ વખત ઘરમાં ઘુસીને માર્યા છે

પાકિસ્તાનનો ડ્રોન હુમલો

એ વાત અલગ હતી કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનમાંથી ડ્રોનને નષ્ટ કરી દીધા હતા અને બાદમાં વાયુસેનાએ પાકિસ્તાનના ઘણા એરબેઝને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. સરકારને આ તણાવમાંથી બોધપાઠ પણ મળ્યો કે લોકોને જાગૃત કરવા જરૂરી છે, યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે જાણવું જરૂરી છે. આ કારણોસર હવે ફરી આ મોકડ્રીલ હાથ ધરવામાં આવી રહી છે.

શું છે મોકડ્રીલ?

મોકડ્રીલ એ એક પ્રકારનો અભ્યાસ છે, જે દરમિયાન લોકોને કટોકટી માટે તૈયાર કરવામાં આવે છે. તેનો હેતુ લોકોને આગ, ભૂકંપ, તબીબી કે આતંકવાદી હુમલા જેવી કટોકટી માટે તૈયાર કરવાનો છે. મોકડ્રીલ દરમિયાન એ જોવામાં આવે છે કે ઇમરજન્સીની સ્થિતિ દરમિયાન લોકોની પ્રતિક્રિયા કેવી રહેવાની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ