ભાજપના નેતાની રાહુલ ગાંધીને ચેલેન્જ, કહ્યું – હિંમત હોય તો યુનિફોર્મ પહેરીને બોર્ડર પર જંગ લડો

Operation Sindoor: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ઓપરેશન સિંદૂરને છૂટ-પુટ યુદ્ધ ગણાવ્યું હતું. આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે

Written by Ashish Goyal
May 21, 2025 20:47 IST
ભાજપના નેતાની રાહુલ ગાંધીને ચેલેન્જ, કહ્યું – હિંમત હોય તો યુનિફોર્મ પહેરીને બોર્ડર પર જંગ લડો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (તસવીર - @RahulGandhi))

Operation Sindoor: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ઓપરેશન સિંદૂરને છૂટ-પુટ યુદ્ધ ગણાવ્યું હતું. આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે. ભાજપના નેતા અગ્નિમિત્રા પોલે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે તમારાાં હિંમત હોય તો તમે રાહુલ ગાંધીને લઇને બોલો કે વર્દી પહેરીને સરહદ પર જંગ લડે. ત્યારે સમજમાં આવી જશે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા બીજેપી નેતા અગ્નિમિત્રા પોલે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે તમને પૂછવા માંગું છે કે 26/11માં અમારા 160 લોકોની હત્યા કરવામાં હતી. કોંગ્રેસ સરકારે શું કર્યું હતું. શું તમે પાકિસ્તાન દ્વારા કામ કરી રહ્યા છો. અમે જાણીએ છીએ કે તમે લોકો પાકિસ્તાનના બનીને વાત કરો છો. 26/11માં તમે કશું જ કર્યું નથી.

ભાજપ નેતાએ કહ્યું – મોદી સરકારે બદલો લીધો

ભાજપ નેતાએ વધુમાં કહ્યું કે 22 એપ્રિલે 26 લોકોની હત્યા કરી દીધી હતી. મોદી સરકારે તેનો બદલો લઇ લીધો છે. આખો દેશ, 140 કરોડ ભારતીયો પીએમ મોદી અને દેશની સાથે છે. તમે પૂછી રહ્યા છો કે કેટલા ભારતીય વિમાનોને તોડી પાડવામાં આવ્યા છે. વાહ, દરેક બાબતમાં તમારે તમારો એજન્ડા એટલે કે કોંગ્રેસના એજન્ડાને ભારતને નાનું દેખાડવાનું હોય છે.

આ પણ વાંચો – છત્તીસગઢમાં સુરક્ષાબળોની મોટી કાર્યવાહી, ટોચના માઓવાદી નેતા બસવ રાજુ સહિત 27 માઓવાદીઓ ઠાર

તેમણે કહ્યું કે તમે કહો છો કે ત્યાં એક છૂટપુટ યુદ્ધ છે. જો તમારામાં હિંમત હોય તો તમારા નેતા રાહુલ ગાંધીને કહો કે થોડો યુનિફોર્મ પહેરીને બોર્ડર પર યુદ્ધ લડે. એ પછી તમે સમજી શકશો કે આ યુદ્ધ ન હતું. આતંકવાદીઓને ખતમ કરવાનું આ કામ હતું.

મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું હતું?

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે વિજયનગર જિલ્લાના હોસ્પેટ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું હતું. રાજ્યમાં કોંગ્રેસ સરકારના બે વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ખડગેએ કહ્યું હતું કે ઓછું કે વધારે જે છૂટુ-પુટ યુદ્ધ થયું છે, કે પાકિસ્તાન સાથેનો આપણો સંઘર્ષ. પાકિસ્તાન હંમેશા ભારતને પરેશાન કરવા માંગે છે કારણ કે તે નબળા છે. તેમણે ચીનનો સાથ લઇને આપણા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. આપણો દેશ આવી વાતોને ક્યારેય સહન નહીં કરે. અમે એકજુટ છીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ