Operation Sindoor Inside Story: ભારતીય વાયુ સેનાએ 22 એપ્રિલે પહેલગામના આતંકવાહી હુમાલનો બદલો લીધો છે. ઈન્ડિયન એરફોર્સે 6 થી 7 મે, 2025ની રાત્રે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી છે. આ હવાઇ હુમલામાં આતંકવાદીઓના તમામ ઠેકાણા જમીનદોસ્ત થઇ ગયા છે. ભારતીય વાયુસેના એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર આ ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર આપ્યું છે.
ભારતીય વાયુ સેનાના ફાઇટર જેટે પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ કર્યા વગર જ પાકિસ્તાનના ચાર અને POKના 5 આતંકવાદી ઠેકાણા ને ટાર્ગેટ બનાવી નષ્ટ કરી દીધા છે. ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન પર ભારતીય વાયુસેનાની આ એર સ્ટ્રાઇકને અંજામ આપવામાં નોસેના અને થલ સેનાએ પણ મોટી ભૂમિકા ભજવી છે.
RAW એ આપી આંતકવાદીના ઠેકાણાની માહિતી
અત્યાર સુધી પ્રાપ્ત જાણકારી મુજબ નેવી, આર્મી અને એરફોર્સને ભારતની ગુપ્તચર એજન્સી એ અત્યંત ખાનગી જાણકારી આપી હતી. રો એ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા પસંદ કર્યા હતા.
આ પણ વાંચો | કેટલી શક્તિશાળી છે સ્કેલપ મિસાઇલ? ઓપરેશન સિંદુરમાં આંતકીઓના ઠેકાણાઓ કર્યા નષ્ટ નાબૂદ
ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે એ પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી પર કહ્યું કે, પાકિસ્તાન અને પીઓકેમાં કોઇ પણ પ્રકારના આતંકવાદ વિરુદ્ધ ભારતની એક અડગ રાષ્ટ્રિય નીતિ રહી છે. અમને આપણા સૈનિકો પર ગર્વ છે, જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીઓના ઠેકાણાને નષ્ટ નાબૂદ કર્યા છે. અમે તેમના દૃઢ સંકલ્પ અને સાહસના વખાણ કરીયે છીએ.





