PM Narendra Modi Address To Nation, પીએમ મોદીનું દેશને સંબોધન : પીએમ નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત દેશના લોકોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે હું સૌથી પહેલા ભારતની પરાક્રમી સેનાને, સશસ્ત્ર બળોને, આપણી જાસુસી એજન્સીઓને, આપણા વૈજ્ઞાનિકોને દરેક ભારતવાસી તરફથી સેલ્યુટ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરનાં લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અસીમ શૌર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. હું તેમની વીરતા, તેમના સાહસ, તેમના પરાક્રમને આજે આપણા દેશની દરેક માતા, બહેન અને પુત્રીને સમર્પિત કરું છું.
પીએમ મોદીએ કહ્યું કે આ આતંકવાદી હુમલા પછી, સમગ્ર રાષ્ટ્ર, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગ, દરેક રાજકીય પક્ષ આતંકવાદ સામે કડક કાર્યવાહી માટે એક અવાજમાં ઉભા થયા. અમે આતંકવાદને મિટ્ટીમાં મિલાવી દેવા માટે દેશના સશસ્ત્ર દળોને ખુલ્લી છૂટ આપી આપી છે. આજે, દરેક આતંકવાદી, દરેક આતંકી સંગઠન જાણે છે કે આપણી બહેનો અને દીકરીઓના માથા પરથી સિંદૂર કાઢવાનું શું પરિણામ આવે છે.
પીએમ મોદીએ કહ્યું કે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ બતાવેલી બર્બરતાએ દેશ અને દુનિયાને હચમચાવી દીધી હતી. વેકેશન મનાવી રહેલા નિર્દોષ નાગરિકોને ધર્મ પૂછીને તેમના પરિવારો સામે, તેમના બાળકો સામે તેમને નિર્દયતાથી મારી નાખવા, એ આતંકનો ખૂબ જ ભયાનક ચહેરો હતો, ક્રૂરતા હતી. આ દેશનો સદ્ભાવ તોડવાનો પ્રયાસ પણ હતો. મારા માટે વ્યક્તિગત રુપથી આ પીડા અપાર હતી.
ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે
પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.ઓપરેશન સિંદૂર એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મે ની મોડી રાત્રે અને 7 મેની વહેલી સવારે આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલતા જોઇ છે.
PM Modi Live અહીં જુઓ
પીએમ મોદીએ કહ્યું કે ભારતીય દળોએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના સ્થળો અને તેમના ટ્રેનિંગ પર સચોટ હુમલા કર્યા હતો. આતંકવાદીઓએ કલ્પના પણ ન હતી કે કરી કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે, પરંતુ જ્યારે દેશ એકજુટ થાય છે, નેશન ફર્સ્ટની ભાવનાથી ભરેલો હોય છે, રાષ્ટ્ર સર્વોચ્ચ હોય છે, ત્યારે મજબૂત નિર્ણયો લેવામાં આવે છે. પરિણામ લાવીને બતાવવામાં આવે છે. આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા. તેથી જ ભારતે આતંકના આ હેડક્વાર્ટ્સનો નાશ કર્યો. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓમાં 100 થી વધુ ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા.
આ પણ વાંચો – ભારતીય સેનાએ કહ્યું – પહેલગામ સુધી પાપનો ઘડો ભરાઇ ચુક્યો હતો, આપણી એર સિસ્ટમને ભેદવી અશક્ય
પીએમ મોદીએ કહ્યું કે દુનિયાએ જોયું કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલો ભારત સામે તિનકાની જેમ વિખેરાઈ ગયા. ભારતની મજબૂત એર ડિફેન્સ પ્રણાલીએ તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા. પાકિસ્તાન સરહદ પર હુમલો કરવા માટે તૈયાર હતું, પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો.
ભારતના ડ્રોન અને મિસાઇલોએ સટીકતાથી હુમલો કર્યા
પીએમ મોદીએ કહ્યું કે ભારતના ડ્રોન અને મિસાઇલોએ સટીકતાથી હુમલો કર્યા. પાકિસ્તાની વાયુસેનાના તે એરબેઝને નુકસાન પહોંચાડ્યું, જેના પર પાકિસ્તાનને ખૂબ ગર્વ હતો. શરૂઆતના ત્રણ દિવસમાં ભારતે પાકિસ્તાનને એટલી હદે નષ્ટ કરી દીધું કે તેણે કલ્પના પણ કરી ન હતી. ભારતની આક્રમક કાર્યવાહી પછી પાકિસ્તાને બચવાના રસ્તા શોધવાનું શરૂ કર્યું અને ખરાબ રીતે હાર ખાધા પછી, 10 મેના રોજ બપોરે, પાકિસ્તાની સેનાએ અમારા DGMOનો સંપર્ક કર્યો.
પીએમ મોદીએ કહ્યું કે ત્યાં સુધીમાં આપણે આતંકવાદના માળખાને મોટા પાયે નષ્ટ કરી દીધા હતા અને આતંકવાદીઓ માર્યા ગયા હતા. અમે પાકિસ્તાનના હૃદયમાં સ્થાપિત કરેલા આતંકવાદી અડ્ડાને ખંડેરમાં ફેરવી દીધા હતા. તેથી જ્યારે પાકિસ્તાન તરફથી વિનંતી કરી કે તે હવે કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓમાં અને સૈન્ય દુસ્સાહસ નહીં બતાવે ત્યારે ભારતે પણ તેના પર વિચાર કર્યો હતો. હું ફરી એકવાર કહું છું કે, અમે ફક્ત પાકિસ્તાનના આતંકવાદી અને સૈન્ય સ્થળો પર પોતાની જવાબી કાર્યવાહીને ફક્ત સ્થગિત કરી છે. આગામી દિવસોમાં અમે પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા દરેક પગલાને તેના વલણના આધારે માપીશું.
પીએમ મોદીએ કહ્યું કે ચોક્કસ રીતે આ યુદ્ધનો યુગ નથી, પણ આ યુગ આતંકવાદનો પણ નથી. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ, એક સારા વિશ્વની ગેરંટી છે. પાકિસ્તાની સેના, પાકિસ્તાનની સરકાર, જે રીત આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે, તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરશે. જો પાકિસ્તાન ટકી રહેવા માંગે છે, તો તેણે તેના આતંકવાદી માળખાનો નાશ કરવો પડશે. ભારતનો અભિપ્રાય ખૂબ જ સ્પષ્ટ છે. ટેરર ઓફ ટોક, એકસાથે ચાલી શકે નહીં. અને પાણી અને લોહી પણ એકસાથે વહી શકતા નથી.
ભારત કોઈપણ પરમાણુ ધમકીને સહન કરશે નહીં
પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હવે આતંકવાદ સામે ભારતની નવી નીતિ છે. આ સમય દરમિયાન તેમણે ત્રણ વાતો ખૂબ જ સ્પષ્ટ રીતે કહી છે. સૌ પ્રથમ, જો કોઈ હુમલો થશે, તો અમે યોગ્ય જવાબ આપીશું. અમે દરેક જગ્યાએ કાર્યવાહી કરીશું જ્યાં આતંકવાદના મૂળ ઉભરી આવશે.બીજું, ભારત કોઈપણ પરમાણુ ધમકીને સહન કરશે નહીં અને ત્રીજું, આપણે આતંકને સમર્થન આપતી સરકાર અને આતંકના આકાઓને અલગ અલગ જોઈશું નહીં નહીં જોશું. આ ઓપરેશન દરમિયાન જ્યારે માર્યા ગયેલા આતંકવાદીઓના જનાજામાં સરકાર અને સેનાના મોટા અધિકારીઓ ઉમટી પડ્યા હતા.