Amit Shah : ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે પહેલગામ હુમલાનો વીણી-વીણીને બદલો લેવામાં આવશે. આ નરેન્દ્ર મોદીનું ભારત છે. પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા કડક પગલાં લીધાં છે.
અમિત શાહે કહ્યું કે આજે કોઈએ એવું ન વિચારવું જોઈએ કે આપણા 27 લોકોને મારીને તેમણે આ લડાઇ જીતી લીધી છે. હું તેમને કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિને જવાબ મળશે અને જવાબ લેવામાં પણ આવશે. તેમણે કહ્યું કોઈ કાયરતાપૂર્ણ હુમલો કરે છે અને વિચારે છે કે આ આપણી જીત છે, તો તેણે સમજવું જોઈએ કે વીણી-વીણીને બદલો લેવામાં આવશે. આ નરેન્દ્ર મોદીનું ભારત છે.
આજે દુનિયાના તમામ દેશો ભારતની સાથે ઉભા છે – અમિત શાહ
ગૃહમંત્રીએ કહ્યું કે આજે ફરી એકવાર હું આ સંકલ્પને યાદ કરાવવા માંગુ છું કે આતંકવાદ સામેની આપણી લડાઈ ચાલુ રહેશે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, પછી ભલે તે વામપંથી ઉગ્રવાદ હોય કે કાશ્મીર મુદ્દો, જો કોઈ કાયરતાપૂર્ણ કૃત્ય કરે છે, તો કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
આ પણ વાંચો – ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો ચીન કૂદી પડશે? જાણો એક્સપર્ટે શું કહ્યું
અમિત શાહે કહ્યું કે દરેક ઇંચ જમીન પરથી આતંકવાદનો નાશ કરવામાં આવશે. આતંકવાદ સામે વિશ્વના તમામ દેશો ભારતની સાથે ઉભા છે. આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી તેમને સજા આપવામાં આવશે.
પાકિસ્તાન પર ભારતની કડક કાર્યવાહી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક નિર્ણયો લઈ રહ્યું છે. સરકારે બુધવારે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો નિર્ણય લીધો. આ પહેલા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો હતો અને પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.