Jammu and Kashmir Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો છે. લોકોની આંખો નામ છે. આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા. આતંકી હુમલા બાદ સેના પહલગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ છોડીને પરત ફર્યા હતા અને અહીં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત તમામ ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
પહલગામ આતંકી હુમલામાં જે લોકોએ જીવ ગુમાવ્યો તેમાં કર્ણાટકના રિયલ એસ્ટેટ એજન્ટ, ઓડિશાના એકાઉન્ટન્ટ, કાનપુરના એક વેપારી અને અન્ય ઘણા રાજ્યોના લોકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો રજાઓ મનાવવા માટે આ ખૂબ જ લોકપ્રિય પર્યટન સ્થળ બાયસરન ખીણમાં આવ્યા હતા પરંતુ તેઓએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે આતંકવાદીઓ તેમના પર હુમલો કરી શકે છે. આ વિસ્તારને મિની સ્વિટ્ઝર્લેન્ડ પણ કહેવામાં આવે છે.
કર્ણાટકના શિવમોગાના મંજુનાથ રાવ પણ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓમાં સામેલ છે. તેમની પત્ની પલ્લવી રાવ અને પુત્ર અભિજય મુલાકાત માટે પહલગામ આવ્યા હતા. 43 વર્ષીય પ્રશાંત સતપથી પણ મૂળ ઓડિશાના બાલાસોરનો હતો. પ્રશાંત સતપથી તેની પત્ની અને 9 વર્ષના પુત્ર સાથે રજાઓ મનાવવા પહલગામ આવ્યો હતો. તેઓ ભુવનેશ્વરમાં એકાઉન્ટન્ટ હતા.
શુભમના લગ્ન 12 ફેબ્રુઆરીએ થયા હતા
તેવી જ રીતે ઉત્તર પ્રદેશના કાનપુરના વેપારી શુભમ દ્વિવેદી તેમના પરિવારના 11 સભ્યો સાથે કાશ્મીર ફરવા આવ્યા હતા. તેણે 12 ફેબ્રુઆરીએ જ ઐશ્ન્યા દ્વિવેદી સાથે લગ્ન કર્યા હતા.
છત્તીસગઢના રાયપુરના દિનેશ મિરાનિયા (42) તેમની લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે તેમની પત્ની નેહા અને બાળકો સાથે કાશ્મીર આવ્યા હતા પરંતુ આતંકવાદીઓએ તેમને પણ ઠાર માર્યા હતા. મીરાનિયાના નજીકના મિત્રએ જણાવ્યું હતું કે, “તેની લગ્નની વર્ષગાંઠ હતી. તેણે ગઈકાલે રાત્રે મને ફોન કર્યો કે તે વૈષ્ણો દેવી મંદિરે ગયો છે.”
આ પણ વાંચોઃ- પહેલગામ હુમલામાં પતિની હત્યા કર્યા બાદ આતંકીઓએ પત્નીને કહ્યું – ‘તુમ્હેં નહીં મારેંગે, જાઓ મોદી કો બતા દો…’
જીવ ગુમાવનારાઓમાં ઈન્દોરના સુશીલ નૈત્યાલ, મુંબઈના હેમંત સુહાસ, હરિયાણાના વિનય નરવાલ, થાણેના અતુલ શ્રીકાંત, ઉત્તરાખંડના નીરજ ઉધવાણીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ- Pahalgam Attack : 26 મોતનો જવાબદાર સજ્જાદ ગુલ, પહલગામ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડની કહાની
આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકો ક્યાંના હતા
ક્રિમ મૃતકોનું નામ રાજ્ય/શહેર 1 શુભમ દ્વિવેદી ઉત્તર પ્રદેશ 2 સુશીલ નેથાનિયલ મધ્ય પ્રદેશ 3 નીરજ ઉધવાણી ઉત્તરાખંડ 4 N. રામચંદ્ર કેરળ 5 મુનિષ રંજન બિહાર 6 દિનેશ અગ્રવાલ ચંદીગઢ 7 દિલીપ દસાલી મહારાષ્ટ્ર 8 બિટન અધિકારી કોલકાતા 9 હેમંત સુહાસ મુંબઈ 10 સંજય લક્ષ્મણ મુંબઈ 11 વિનય નરવાલ હરિયાણા 12 અતુલ શ્રીકાંત થાણે 13 પ્રશાંત સત્પથી ઓડિશા 14 સમીર ગુહાર કોલકાતા 15 દિલીપ દસાલી મુંબઈ 16 જે.સચચંદ્ર વિશાખાપટ્ટનમ 17 M. સોમીસેટ્ટી બેંગ્લોર 18 સંતોષ મહારાષ્ટ્ર 19 મંજુનાથ રાવ કર્ણાટક 20 કસ્તુરબા ગાન્વોટે મહારાષ્ટ્ર 21 ભારત ભૂષણ બેંગ્લોર 22 સુમિત ભાવનગર 23 યતીશ ભાવનગર 24 શૈલેષભાઈ સુરત 25 ટાગેહેલિંગ અરુણાચલ પ્રદેશ 26 M. સોમીસેટ્ટી બેંગલુરુ
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. પહલગામ પીડિતો અને પરિવારજનોને મળ્યા હતા. અમિત શાહે ઘટનાને અંજામ આપનારને નહીં છોડવામાં આવે એવી પીડિતોને સાંત્વના આપી હતી.