Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 24 April 2025 LIVE, આજના તાજા સમાચાર: સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે આ બેઠકમાં ગૃહમંત્રી પણ હાજર હતા. તમામ પક્ષોએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવાના તમામ પ્રયાસો કરવા જોઈએ.
જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલામાં 26 પ્રવાસીઓના દુઃખદ મોત થયા છે. આ કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરવામાં આવનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ આવાસ પર મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક અઢી કલાક સુધી ચાલી હતી. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, NSA અજીત ડોભાલ સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બીજી તરફ, બુધવારે પહેલગામના બૈસરનમાં આતંકવાદી હુમલાના બીજા દિવસે શ્રીનગરથી દિલ્હી સુધી શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી.





