/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/imran-khan.jpg)
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (ફાઇલ ફોટો)
Imran Khan Party PTI Ban : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) પાર્ટી પર શેહબાઝ શરીફ સરકારે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. સૂચના મંત્રીએ સોમવારે જાહેરાત કરી હતી. પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે પીટીઆઈને તેની કથિત રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ સરકાર આ મામલાને સુપ્રીમ કોર્ટમાં મોકલશે. તરારે એમ પણ કહ્યું હતું કે સરકારે ઇમરાન ખાન અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી વિરુદ્ધ કલમ 6 હેઠળ દેશદ્રોહનો કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. તરારે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન અને પીટીઆઈ એક સાથે રહી શકે નહીં.
ઈમરાનની પાર્ટી વિરુદ્ધ મજબૂત પુરાવા
પ્રતિબંધની જાહેરાત કરતાં પાકિસ્તાની સૂચના અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારે કહ્યું કે અમારી પાસે આ કાર્યવાહીના સમર્થનમાં મજબૂત પુરાવા છે. તેમણે કહ્યું કે વિદેશી ભંડોળનો કેસ, 9 મે ના રમખાણો, સિફર પ્રકરણ અને અમેરિકામાં પસાર થયેલા ઠરાવને જોતા અમારું માનવું છે કે પીટીઆઈ પર પ્રતિબંધ મૂકવા માટે ખૂબ જ મજબૂત પુરાવા છે.
આ પણ વાંચો - ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો : ગોળી મારનાર થોમસ મેથ્યુ ક્રૂક્સ કોણ હતો?
ઈમરાન ખાનની પાર્ટી ક્યારે બની?
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાકિસ્તાનમાં એક રાજકીય પક્ષ છે. તેની સ્થાપના 1996માં પાકિસ્તાની ક્રિકેટર અને રાજકારણી ઇમરાન ખાને કરી હતી. તે 2018થી 2022 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. પીટીઆઈ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ની સાથે ત્રણ મુખ્ય પાકિસ્તાની રાજકીય પક્ષોમાંથી એક છે અને 2018 ની સામાન્ય ચૂંટણી પછી નેશનલ એસેમ્બલીમાં પ્રતિનિધિત્વની દ્રષ્ટિએ સૌથી મોટો પક્ષ રહ્યો છે.
ઇમરાન ખાન જેલમાં
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન હાલ જેલમાં છે. પાકિસ્તાનની એક અદાલતે રવિવારે ઇમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને કથિત ભ્રષ્ટાચારના એક નવા કેસની તપાસ માટે આઠ દિવસના રિમાન્ડ માટે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓને સોંપ્યા છે. બિન-ઇસ્લામિક લગ્નના કેસમાં જિલ્લા અદાલતે શનિવારે બંનેને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે તરત જ એનએબીએ તેમની ધરપકડ કરી લીધી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us