pakistan : ભારત સતત કહી રહ્યું છે કે પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. હવે પાકિસ્તાનના મોટા નેતા ચૌધરી અનવારુલ હકે આ વાતની પુષ્ટિ કરી છે. ચૌધરી અનવારુલ હક પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરના વડા પ્રધાન રહી ચુક્યા છે.
ચૌધરી અનવારુલ હકે શું કહ્યું?
ચૌધરી અનવારુલ હકે પીઓકે વિધાનસભામાં કહ્યું હતું કે મેં કહ્યું હતું કે જો તમે બલૂચિસ્તાનમાં લોહી વહાવતા રહો તો તમને લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધી તમને ઘુસીને મારીશું. અલ્લાહના કરમથી થોડા દિવસો પછી અમારા શાહીનોએ અંદર ઘુસીને માર્યા અને એવા માર્યા કે આજ સુધી તેની ગણતરી પુરી થઈ નથી.
ઉલ્લેખનીય છે કે 10 નવેમ્બરના રોજ ભારતમાં દિલ્હીના લાલ કિલ્લા નજીક આતંકી હુમલો થયો હતો. ચૌધરી અનવારુલ હકે લાલ કિલ્લા સિવાય ‘કાશ્મીરના જંગલો’ વિશે ટિપ્પણી કરી છે. આ ટિપ્પણી જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલમાં પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ દાવાથી એ વાત સાબિત થઇ છે કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.
ભારતે એર સ્ટ્રાઇક કરી હતી
પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં કાર્યરત આતંકવાદી બેઝ પર એર સ્ટ્રાઇક કરી હતી.
આ પણ વાંચો – ‘ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે રાહુલ ગાંધી’, 272 હસ્તીઓએ લખ્યો ઓપન લેટર
લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટથી એનઆઈએ, દિલ્હી પોલીસ, હરિયાણા પોલીસ અને તમામ એજન્સીઓ આતંકવાદીઓને પકડી રહી છે. આ હુમલાનો માસ્ટર માઈન્ડ ડોક્ટર ઉમર નબી છે, જે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલા હતા.
આ આતંકી મોડ્યુલમાં સામેલ 5 થી 6 ડોકટરોની અત્યાર સુધી ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી ધરપકડ કરવામાં આવી છે. તે બધા આ યુનિવર્સિટીમાં કામ કરતા હતા. ઉમર નબીની સાથે ડો.શાહીન શાહિદ પણ આ હુમલાના માસ્ટરમાઇન્ડ હતા.





