પાકિસ્તાનના રક્ષા મંત્રીએ અફઘાનિસ્તાનને આપી ચેતવણી, કહ્યું – અમે તાલિબાનને ખતમ કરી દઇશું

ઇસ્તાંબુલમાં ચાર દિવસીય શાંતિ મંત્રણામાં પાકિસ્તાનની મુખ્ય માંગ અંગે કોઈ પરિણામ ન આવ્યા બાદ આસિફે બુધવારે સોશિયલ મીડિયા પર આ ચેતવણી આપી હતી. શાંતિ વાટાઘાટોની નિષ્ફળતા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થયા છે

Written by Ashish Goyal
October 29, 2025 23:11 IST
પાકિસ્તાનના રક્ષા મંત્રીએ અફઘાનિસ્તાનને આપી ચેતવણી, કહ્યું – અમે તાલિબાનને ખતમ કરી દઇશું
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ (તસવીર - સોશિયલ મીડિયા)

Pakistan Taliban conflict : પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ધમકી આપી છે કે ભવિષ્યમાં તેમના દેશમાં કોઈ પણ આતંકવાદી હુમલો થાય તો તેઓ અફઘાન તાલિબાનનો ખતમ કરી દેશે. રક્ષા મંત્રીએ કહ્યું છે કે તેમને તેમના હથિયારોનો એક નાનો ભાગ પણ ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં અને તેઓ તાલિબાન શાસનને સંપૂર્ણપણે નાબૂદ કરી શકે છે.

આસિફે કહ્યું કે પાકિસ્તાન તાલિબાનને ફરીથી ગુફાઓમાં છુપાવવા માટે મજબૂર કરશે. ખ્વાજા આસિફે કહ્યું કે જો તાલિબાન આવું ઇચ્છે છે તો ફરી એકવાર તોરા બોરા જેવી હારનો નજારો જોવા મળશે.

બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા

ઇસ્તાંબુલમાં ચાર દિવસીય શાંતિ મંત્રણામાં પાકિસ્તાનની મુખ્ય માંગ અંગે કોઈ પરિણામ ન આવ્યા બાદ આસિફે બુધવારે સોશિયલ મીડિયા પર આ ચેતવણી આપી હતી. શાંતિ વાટાઘાટોની નિષ્ફળતા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થયા છે.

પાકિસ્તાનની મુખ્ય માંગ એ હતી કે તાલિબાને પાકિસ્તાનમાં આતંકવાદ માટે અફઘાન જમીનનો ઉપયોગ કરતા આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. આસિફે કહ્યું કે મિત્ર દેશોની વિનંતી પર પાકિસ્તાને શાંતિ માટે વાતચીત શરૂ કરી હતી પરંતુ કેટલાક અફઘાન અધિકારીઓના ઝેરી નિવેદનો તાલિબાન શાસનની કુટિલ માનસિકતાને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

આસિફે કહ્યું – લાંબા સમય સુધી તમારા વિશ્વાસઘાતને સહન કર્યો

આસિફે કહ્યું કે જો તાલિબાન શાસન લડવા માંગે છે તો દુનિયા ઇન્શાલ્લાહ જોશે કે તેમની ધમકીઓ માત્ર એક નાટકબાજી છે! તેમણે કહ્યું કે અમે ઘણા લાંબા સમય સુધી તમારા વિશ્વાસઘાતને સહન કર્યો છે, પરંતુ હવે નહીં. પાકિસ્તાનની અંદર કોઈ પણ આતંકી હુમલો અથવા કોઈ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ તમને આવી હિંમતનો કડવો પાઠ આપશે.

આ પણ વાંચો – રાહુલ ગાંધીએ કહ્યું – નીતિશ કુમારના ચહેરાનો થઇ રહ્યો છે ઉપયોગ, રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે

આ પહેલા પાકિસ્તાનના માહિતી પ્રધાન અતા ઉલ્લાહ તરારે બુધવારે એક્સ પર જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની વાતચીત કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. સરકારી સમાચાર એજન્સી એપીપીના અહેવાલ મુજબ સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની વાતચીતની નિષ્ફળતા પર ચિંતા વ્યક્ત કરી છે. જોકે સંયુક્ત રાષ્ટ્રએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચે લડાઈ ફરી શરૂ નહીં થાય.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ