/indian-express-gujarati/media/media_files/2026/02/06/pakistan-islamabad-bomb-blast-2026-02-06-15-32-49.jpg)
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બોમ્બ વિસ્ફોટ Photograph: (X)
Islamabad bomb blast : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આજે શુક્રવારની નમાજ દરમિયાન મોટો આત્મઘાતી હુમલો થયો છે. પાકિસ્તાની મીડિયા ધ ડોન અનુસાર, ઇસ્લામાબાદમાં ખાદીજાત-ઉલ-કુબ્રા ઇમામ બરગાહમાં આત્મઘાતી હુમલામાં 31 થી વધુ લોકોના મોત અને 169 જેટલા ઘાયલ થયાની આશંકા છે. ઇસ્લામાબાદના શહજાદ ટાઉન વિસ્તારમાં આવેલા તેરલાઈ ઇમામ બરગાહમાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો.
આત્મઘાતી હુમલાખોરે પ્રવેશ કર્યા પછી ગેટ પાસે પોતાને ઉડાવી દીધો હતો. આ ઘટનામાં 31 લોકોના મોત અને 169 ઘાયલ થયાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે મીડિયા અહેવાલો અનુસાર મોતનો આંકડો વધી શકે છે. પોલીસ અને બચાવ ટીમો વિસ્ફોટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
આ હુમલામાં શિયા સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. વિસ્ફોટ પછી શિયા મસ્જિદની અંદરનું દ્રશ્ય ભયાનક હતું. લોકો જમીન પર પડેલા, ઘાયલ અને લોહીથી લથપથ જોવા મળ્યા હતા.
વિસ્ફોટ બાદ, ઇસ્લામાબાદ પોલીક્લીનિક, પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) અને CDA હોસ્પિટલમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલના પ્રવક્તાએ ડોનને આ વાતની પુષ્ટિ કરી.
Dawn reports, "Multiple casualties were feared on Friday after an explosion was reported in an imambargah in the federal capital. The explosion occurred at the Tarlai Imambargah, situated in the Shehzad Town area of the federal capital. Police and Rescue 1122 personnel reached… pic.twitter.com/kPRJgcP7qT
— ANI (@ANI) February 6, 2026
તેમણે જણાવ્યું કે PIMSના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) ના નિર્દેશ પર કટોકટી જાહેર કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે મુખ્ય ઇમરજન્સી, ઓર્થોપેડિક, બર્ન સેન્ટર અને ન્યુરોલોજી વિભાગો સક્રિય કરવામાં આવ્યા છે. ઘાયલોને PIMS અને પોલીક્લીનિકમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us