પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત

Pakistan Suicide Attack : એક સ્થાનિક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને લશ્કરી કાફલા સાથે અથડાવ્યું હતું

Pakistan Suicide Attack : એક સ્થાનિક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને લશ્કરી કાફલા સાથે અથડાવ્યું હતું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
pakistan suicide attac, pakistan, suicide attac

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો થયો છે (પ્રતિકાત્મક ફાઇલ ફોટો)

Pakistan Suicide Attack : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થયેલા એક મોટા આત્મઘાતી બોમ્બ હુમલામાં 13 સૈનિકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મીર અલીના ખાદી માર્કેટમાં થયેલા હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં એક ડઝનથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.

Advertisment

બતાવવામાં આવી રહ્યું છે કે સવારે આત્મઘાતી કાર બોમ્બે પાકિસ્તાની લશ્કરી MRAP વાહનને ટક્કર મારી હતી, જે એક EOD યુનિટની ગાડી હતી. લશ્કરી વાહન નાગરિક વિસ્તારોમાં બોમ્બ-નિષ્ક્રિય કરવાની ડ્યુટી પર હતી. પાકિસ્તાનના આતંકવાદી જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના એક જૂથ ઉસુદ-ઉલ-હર્બ એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ ગ્રુપ ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન અને હાફિઝ ગુલ બહાદુર જૂથ સાથે જોડાયેલ છે.

આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને લશ્કરી કાફલા સાથે અથડાવ્યું

એક સ્થાનિક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને લશ્કરી કાફલા સાથે અથડાવ્યું હતું. આ વિસ્ફોટમાં 13 સૈનિકો માર્યા ગયા છે, 10 લશ્કરી કર્મચારીઓ અને 19 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટથી નજીકના ઘરોને પણ નુકસાન થયું છે.

આ પણ વાંચો - પાકિસ્તાનના ઈશારા પર કરવામાં આવ્યું નાટક, સિંધુ જળ સંઘિ મામલે ભારતે અપનાવ્યું આક્રમક વલણ

Advertisment

ખૈબર પખ્તુનખ્વામાં તૈનાત એક પોલીસ અધિકારીએ સમાચાર એજન્સી AFP ને જણાવ્યું હતું કે વિસ્ફોટને કારણે બે ઘરોની છત પણ પડી ગઈ હતી, જેમાં છ બાળકો ઇજાગ્રસ્ત થયા છે. તાજેતરનો આત્મઘાતી હુમલો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાનમાં, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતોમાં આતંકવાદી હુમલાઓ વધી ગયા છે.

માર્ચમાં જ બલૂચ લિબરેશન આર્મી (BLA) ના બળવાખોરોએ ગુડાલાર અને પીરુ કુનરી નજીક જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કર્યો હતો, જેમાં 21 મુસાફરો અને ચાર અર્ધલશ્કરી દળના જવાન માર્યા ગયા હતા.

પાકિસ્તાન વિશ્વ