/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/india-pakistan-flag.jpg)
ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગા અને પાકિસ્તાનનો ધ્વજ (Photo - ieGujarati.Com)
Pakistan India Relations : પાકિસ્તાનમાં સેનાના સમર્થનથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ની નવી સરકાર બનવા જઈ રહી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસને જાણકારી મળી છે કે નવી દિલ્હી સાથે ઓછા મહત્વપૂર્ણ અને ઓછા જોખમ વાળા સંબંધ સ્થાપિત કરવા માટે ઈસ્લામાબાદમાં પગલાં લેવામાં આવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ને 5 ઓગસ્ટ 2019માં નાબૂદ કર્યા બાદ પાકિસ્તાને નવી દિલ્હીથી પોતાના રાજદૂત પરત બોલાવી લીધા હતા. ત્યારબાદ બંને દેશોના પાટનગરમાં તેમના રાજદૂત નથી.
બીજી તરફ ઈસ્લામાબાદનું પ્રથમ પગલું વિતેલ સપ્તાહની શરૂઆતમાં આવ્યું જ્યારે તેણે સાદ અહમદ વારૈચને નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં ત્રણ વર્ષના કાર્યકાળ માટે નવા ચાર્જ ડી અફેર્સ (સીડીએ) તરીકે નિયુક્ત કર્યા. પાકિસ્તાન પાસે કામચલાઉ સીડીએ હતા. કારણ કે એજાઝ ખાન છેલ્લા છ મહિનાથી અહીં અટવાયેલા હતા. તેમના પુરોગામી સલમાન શરીફે ગયા વર્ષે જુલાઈમાં ભારત છોડી દીધું હતું.
26 ફેબ્રુઆરીના રોજ સીડીએ તરીકેનો હવાલો સંભાળનાર વારૈચે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી મિશનમાં ઈસ્લામાબાદના રાજદ્વારી તરીકે સેવા આપી છે. તેઓ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં અફઘાનિસ્તાન, ઈરાન અને તુર્કી ડેસ્કના ડાયરેક્ટર જનરલ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Pakistan-election-2024-1.jpg)
બીજું પગલું, જે સાંકેતિક અને વાસ્તવિક જાહેર સંદેશ બંને મોકલે છે, તે છે પાકિસ્તાનનો 2019 પછી પ્રથમ વખત તેના રાષ્ટ્રીય દિવસની ઉજવણી નવી દિલ્હીમાં યોજવાનો , જે અગાઉ કોરોના મહામારીના બે વર્ષ અને રાજદૂતના અભાવને સ્થગિત રાખવામાં આવ્યો હતો.
પાકિસ્તાન રાષ્ટ્રીય દિવસ 23 માર્ચે મનાવવામાં આવે છે, આ દિવસે વર્ષે 1940માં મુસ્લિમ લીગ દ્વારા મુસ્લિમ માટે સ્વતંત્ર દેશની રચના કરવા લાહોર ઠરાવ અપનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાન હાઈ કમિશન સામાન્ય રીતે તેના દૂતાવાસ સંકુલમાં તેની ઉજવણી કરે છે અને મહેમાનોની યાદીમાં ભારતીય વ્યૂહાત્મક સમુદાય અને વિદેશી રાજદૂત ઓફિસના સભ્યો હોય છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે, પાકિસ્તાન ચાલુ વર્ષે 28 માર્ચના રોજ તેની ઉજણવીની યોજના બનાવી રહ્યું છે.
પાકિસ્તાનમાં ચૂંટણી બાદ ગઠબંધન સરકાર
પાકિસ્તાનમાં ફેબ્રુઆરી મહિનામાં ઘણા વર્ષો બાદ ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં પણ વાદ - વિવાદ અને ગેરરીરિતના આક્ષેપો વચ્ચે મતદાન થયું હતું. ચૂંટણીમાં પીએમએલ-એન 75 બેઠક અને પીપીપી 54 બેઠક જીતી શકી હતી. ઉપરોક્ત બંને રાજકીય પાર્ટીએ જોડાણ કરી ગઠબંધન સરકાર બનાવવા માટે સંમત થયા હતા.
આ પણ વાંચો | લોટ-દાળ પછી પાણી માટે તરસશે પાકિસ્તાન! ભારતના આ પગલાથી વધશે મુશ્કેલી
અલબત્ત જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા સમર્થિત ઉમેદવારોએ સૌથી વધુ 93 જીત મેળવી હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 266 બેઠક છે. આ મુદ્દે ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે નવાઝ શરીફના ભાઈ શેહબાઝ શરીફની આગેવાની હેઠળની નવી સરકાર , જે સોમવારે વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહી છે, તે જનાદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
(શુભાજીત રાયના ઇનપુટ)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us