/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/pakistan-new-president-asif-ali-zardari.jpg)
પાકિસ્તાન નવા રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી (ફોટો - આસિફ અલી ઝરદારી ફેસબુક)
Pakistan New President Asif Ali Zardari : આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે બીજી વખત આ પદ સંભાળ્યું છે. તેમની જીત પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવતી હતી અને હવે પરિણામ જાહેર થતાં તેઓ બીજી વખત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા છે. વિવાદોમાં રહેલા ઝરદારી રાજકારણમાં ઘણા જૂના ખેલાડી છે અને પાકિસ્તાનની રાજનીતિમાં તેમનું કદ ઘણું મોટું માનવામાં આવે છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આસિફ અલી ઝરદારીને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતા શહેબાઝ શરીફના નેતૃત્વમાં છ પાર્ટીઓના ગઠબંધન દ્વારા ટોચના પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. હવે 411 મતો સાથે ઝરદારીએ આસાન વિજય નોંધાવ્યો છે. તેમના હરીફ મહમૂદ અચકઝાઈને માત્ર 181 વોટ મળી શક્યા, તેથી ઝરદારીને બીજી વખત રાષ્ટ્રપતિ બનવા માટે વધુ મહેનત કરવી પડી નહીં.
આ પહેલા 2008માં આસિફ અલી ઝરદારીને પહેલીવાર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનવાની તક મળી હતી. ત્યારબાદ તેઓ 2013 સુધી આ પદ પર રહ્યા. હવે 11 વર્ષ બાદ તેમનો રાજકીય વનવાસ સમાપ્ત થયો છે અને નવાઝની પાર્ટીને મોટી જીત નોંધાવ્યા બાદ તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે.
આ પણ વાંચો - પાકિસ્તાન રાજકારણ : કાશ્મીર પર ઝેર ઓંકતા પહેલા શાહબાઝ શરીફને આ છ પડકારો સામે લડવાની જરૂર
ખેર, એ અલગ વાત છે કે, ઝરાદરીના હરીફ દ્વારા હેરાફેરીના આક્ષેપો કરવામાં આવ્યા હતા, તેમના વતી કોર્ટમાં પણ એપ્રોચ લેવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે દરમિયાનગીરી ન કરી હોવાથી તેમનો રસ્તો સરળ રહ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us