Pakistan Quetta Explosion: પાકિસ્તાનના બલૂચિસ્તામાં ક્વેટા રેલવે સ્ટેશન પર બ્લાસ્ટે મચાવી તબાહી, 21 લોકોના મોત, જુઓ Video

Blast at Quetta railway station : ક્વેટા રેલવે સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો છે, જેના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

Blast at Quetta railway station : ક્વેટા રેલવે સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો છે, જેના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Quetta railway station bomb explosion

પાકિસ્તાન રેલવે સ્ટેશન બ્લાસ્ટ - photo - Social media

Pakistan Quetta Explosion: પાડોશી દેશ પાકિસ્તાનથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ક્વેટા રેલવે સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો છે, જેના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ બ્લાસ્ટને કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.

Advertisment

રેલ્વે સ્ટેશનમાં થયેલા આ ભયાનક વિસ્ફોટ અંગે ક્વેટાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક એસએસપી મોહમ્મદ બલોચે કહ્યું છે કે આ ઘટનામાં 16 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયા છે અને ઘાયલોની સંખ્યા 50 સુધી પહોંચી શકે છે.

https://twitter.com/RT_India_news/status/1855127942558302538

ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ વિસ્ફોટ થયો હતો

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝના જણાવ્યા અનુસાર જ્યારે જાફર એક્સપ્રેસ ટ્રેન રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર પહોંચી રહી હતી અને થોડી જ વારમાં રવાના થવાની હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. આવી સ્થિતિમાં ટિકિટ માટે સ્ટેશન કાઉન્ટર પાસે ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા ઘણી વધારે છે.

પાકિસ્તાન વિશ્વ