પાકિસ્તાન શેરબજારમાં 2500 પોઇન્ટનો કડાકો, ભારતની કાર્યવાહીથી થરથર કાંપ્યું

Pakistan Stock Exchange Crash: પાકિસ્તાના શેરબજારમાં ગુરુવારે 2500 પોઇન્ટનો કડાકો બોલાયો છે. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક પગલાં લઇ રહ્યં છે. આઇએમએફ એ પાકિસ્તાનનો જીડીપી ગ્રોથ ઘટવાની ચેતવણી આપી છે.

Pakistan Stock Exchange Crash: પાકિસ્તાના શેરબજારમાં ગુરુવારે 2500 પોઇન્ટનો કડાકો બોલાયો છે. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક પગલાં લઇ રહ્યં છે. આઇએમએફ એ પાકિસ્તાનનો જીડીપી ગ્રોથ ઘટવાની ચેતવણી આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Crash | stock market crash

Share Market Crash : શેરબજારમાં કડાકો. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Pakistan Stock Exchange Crash: કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક પગલાં લઇ રહ્યું છે. જેની અસરે પાકિસ્તાનના શેરબજારમાં ગુરુવારે 2000 પોઇન્ટથી વધુ કડાકો બોલાયો છે. પહેલગામ હુમલા બાદ 23 એપ્રિલ 2025ના રોજ ભારત સરકારે પાકિસ્તાનીઓને ભારત છોડવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ ઉપરાંત સિંધુ સમજૂતી હાલ પૂરતી રદ કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે કથળેલી સ્થિતિની અસર દેખાવા લાગી છે અને તેની સ્પષ્ટ અસર પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (પીએસએક્સ)માં જોવા મળી છે.

Advertisment

પાકિસ્તાનના Aaj News અનુસાર ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમં 2500 પોઇન્ટનો ઘટાડો થયો છે. કરાંચી સ્ટોક એક્સચેન્જ પાછલા બંધ 117226 સામે 2000 પોઇન્ટથી વધુ કડાકામાં ગુરુવારે 115071 ખુલ્યો હતો. રોકાણકારોની જંગી વેચવાલીથી પાકિસ્તાની શેરબજાર 2500 પોઇન્ટ તૂટી 114661 પર આવી ગયો હતો.

પાકિસ્તાની શેરબજાર કેમ ઘટ્યું?

તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા સતત કરવામાં આવેલી કાર્યવાહી અને આઈએમએફ દ્વારા નાણાકીય વર્ષ 2025 માટે જીડીપી ગ્રોથ અનુમાનને 3 ટકાથી ઘટાડીને 2.6 ટકા કર્યા બાદ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં મોટો ઘટાડો નોંધાયો છે.

નાણાકીય વર્ષ 2025 માટે પાકિસ્તાનની જીડીપી વૃદ્ધિ આઇએમએફ દ્વારા 3 ટકાથી ઘટાડીને 2.6 ટકા કરવામાં આવી હતી અને તેનાથી રોકાણકારોનો વિશ્વાસ નબળો પડ્યો છે. આ ઉપરાંત ફિચની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ફિચ રેટિંગ્સે ચેતવણી આપી છે કે પાકિસ્તાની રૂપિયો જૂનમાં ઘટીને 285 રૂપિયા પ્રતિ ડોલર પર આવી શકે છે અને નાણાકીય વર્ષ 26ના અંત સુધીમાં 295 રૂપિયા પ્રતિ ડોલર સુધી પહોંચી શકે છે.

Advertisment

પહેલગામ હુમલા બાદ વધી રહેલા તણાવ, ભારત દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી અને કાશ્મીરમાં વધતી અસ્થિરતા અને આતંકવાદી ઘટનાઓ સાથે જોડાયેલી ચિંતાઓએ રોકાણકારોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને તેમણે શેરબજારમાં જંગી વેચવાલી કરી છે.

વર્લ્ડ બેંકે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે હવે પાકિસ્તાને મજબૂત અને ટકાઉ વિકાસ તરફ આગળ વધવું પડશે. આગામી દિવસોમાં પાકિસ્તાનના શેરબજારમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવ અને આર્થિક આંકડાઓમાં સુધારો નહીં થાય તો પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ વણસી શકે છે.

પાકિસ્તાન બિઝનેસ શેર બજાર