/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/pakistan-train-hijack.jpg)
Pakistan Train Hijacked: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને મંગળવારે બલૂચ વિદ્રોહીઓએ હાઇજેક કરી લીધી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
Pakistan Train Hijacked: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને મંગળવારે બલૂચ વિદ્રોહીઓએ હાઇજેક કરી લીધી હતી. ત્યાર બાદથી પાકિસ્તાની સેના આ કાર્યવાહીમાં બળવાખોરોથી ટ્રેનથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. બળવાખોરોએ ઘણા નાગરિકો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને છોડવાનો દાવો પણ કર્યો છે. આ લોકોએ ટ્રેન હાઇજેકની કહાની સંભળાવી છે અને કેવી રીતે બોમ્બ અને દારૂગોળાના દમ પર બળવાખોરોએ ટ્રેન પોતાના કબજામાં લીધી હતી.
ટ્રેનમાંથી છૂટેલા એક યાત્રી મુસ્તાકે કહ્યું છે કે તે આ હુમલાના ભયાનક દ્રશ્યને ક્યારેય નહીં ભૂલે. મુશ્તાક તે યાત્રીઓમાં સામેલ છે જે યાત્રી ટ્રેન પર બલૂચ આતંકવાદીઓએ હુમલો કર્યા પછી બચાવવામાં આવ્યો હતો. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં મંગળવારે એક ટનલમાં બલોચ આતંકવાદીઓએ એક પેસેન્જર ટ્રેન પર હુમલો કર્યા બાદ ઓછામાં ઓછા 27 વિદ્રોહીઓ માર્યા ગયા હતા અને 155 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે બીએલએનું કહેવું છે કે તેમણે તેમને છોડ્યા છે.
વિસ્ફોટને કારણે દરવાજા અને બારીઓના કાચ તૂટ્યા
પાકિસ્તાનના સંરક્ષણ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે બચાવ કામગીરી દરમિયાન 37 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. કેટલાક મુસાફરોએ દાવો કર્યો હતો કે હુમલાખોરોએ તેમને કહ્યું હતું કે તેઓ બલોચ, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને છોડી રહ્યા છે, પરંતુ સરકારી અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમાંથી 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આ ઘટનાને લઇને બીબીસીના ઉર્દૂના એક અહેવાલમાં ઇશાક નૂર નામના યાત્રીએ કહ્યું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ટ્રેનની બારીઓ અને દરવાજા તુટી ગયા હતા અને મારી બાજુમાં બેઠેલું મારું એક બાળક નીચે પડી ગયું હતું. તેમણે કહ્યું કે આ ગોળીબારી લગભગ 50 મિનિટ ચાલી હતી. આ દરમિયાન અમે શ્વાસ પણ લઈ શકતા ન હતા, અમને ખબર ન હતી કે શું થશે. એક મુસાફર મુસ્તાકે જણાવ્યું હતું કે ફાયરિંગ ધીમે ધીમે બંધ થયું હતું અને સશસ્ત્ર માણસો ટ્રેનના ડબ્બામાં ઘૂસી ગયા હતા.
સામાન્ય નાગરિકોને પરેશાન ન કરવાની વાત કહી હતી
મુસાફરે કહ્યું કે બળવાખોરોએ કેટલાક લોકોના ઓળખકાર્ડ જોવાનું શરૂ કર્યું અને તેમાંથી કેટલાકને અલગ કરી દીધા. ત્રણ બળવાખોરો અમારા કંપાર્ટમેન્ટના દરવાજાની ચોકી કરી રહ્યા હતા. તેમણે લોકોને કહ્યું કે તે સામાન્ય નાગરિકો, મહિલાઓ, વૃદ્ધો અને બલૂચ લોકોને કશું જ નહીં કહે. મુશ્તાકે જણાવ્યું હતું કે હુમલાખોરો બલુચી ભાષામાં બોલી રહ્યા હતા અને તેમના નેતાએ તેમને વારંવાર કહ્યું હતું કે તેઓ સુરક્ષા કર્મચારીઓ પર ચાંપતી નજર રાખે જેથી તેઓ હાથમાંથી નીકળી ન જાય.
ઇશાકે કહ્યું કે મને લાગે છે કે તેઓએ અમારા ડબ્બામાંથી ઓછામાં ઓછા 11 મુસાફરોને ઉતાર્યા હતા અને કહ્યું હતું કે તેઓ સુરક્ષાકર્મી છે. આ સમય દરમિયાન એક વ્યક્તિએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેને ત્રાસ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આ પછી ડબ્બામાં હાજર તમામ લોકોએ તેમની સૂચનાનું પાલન કર્યું હતું.
તેણે કહ્યું કે તેઓ મને જવા દેતા ન હતા, પરંતુ જ્યારે મેં તેમને કહ્યું કે હું તુર્બત (બલુચિસ્તાન)નો રહેવાસી છું અને મારી સાથે મહિલાઓ અને બાળકો હતા તેમને પણ જવા દીધા હતા.
આ દરમિયાન અન્ય એક મુસાફર મોહમ્મદ અશરફે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ વૃદ્ધો, નાગરિકો, મહિલાઓ અને બાળકોને જવાની મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે મુસાફરો ખૂબ જ ડરી ગયા હતા, તે કયામતના દિવસ જેવું ભયાનક દ્રશ્ય હતું. અશરફે કહ્યું કે મારા અંદાજ મુજબ, તેઓ (વિદ્રોહીઓ) લગભગ 250 લોકોને પોતાની સાથે લઈ ગયા હતા અને હુમલાખોરોની સંખ્યા 1,100 ની આસપાસ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us