/indian-express-gujarati/media/media_files/2026/02/04/priyanka-gandhi-2026-02-04-19-31-06.jpg)
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા Photograph: (સોશિયલ મીડિયા)
Parliament Budget Session 2026 Updates : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપવાના હતા. પરંતુ તેમનું સંબોધન થઇ શક્યું ન હતું. વિપક્ષના સભ્યોના હોબાળાને કારણે બુધવારે લોકસભાની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત થયા પછી સાંજે 5.00 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
વિપક્ષનું કહેવું છે કે જો રાહુલ ગાંધીને બોલવા નહીં દેવામાં આવે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ બોલવા નહીં દે. આ મામલે ગુરુવારે પણ હોબાળો મચી જાય તેવી શક્યતા છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગૃહને સંબોધિત કરશે કે નહીં.
પ્રિયંકા ગાંધીએ કહ્યું - પીએમ મોદી ડરી ગયા હતા
આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મેં કહ્યું તેમ પીએમ મોદી સંસદમાં નહીં આવે કારણ કે તેઓ ડરી ગયા છે અને સત્યનો સામનો કરવા માંગતા નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ (પીએમ મોદી) ડરી ગયા હતા અને તેથી જ તેઓ સદનમાં આવ્યા ન હતા. કેન્દ્રીય રેલવે મંત્રી અને ભાજપના સાંસદ નિશિકાંત દુબે બુલેટ ટ્રેનની જેમ ભાગી ગયા હતા.
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તમે વડા પ્રધાનને પૂછો કે તેઓ કેમ નથી આવતા. આ સંસદ છે કે કોઇ સેન્ટર? સરકાર તેને મજાક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. અમે આ બધું થવા દઈશું નહીં.
મહુઆ મોઇત્રાએ શું કહ્યું
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ લોકસભા સ્થગિત થવા પર કહ્યું હતું કે તેઓ (વડા પ્રધાન મોદી) આજે સાંજે 5 વાગ્યે બોલવાના હતા પરંતુ તેઓ આવ્યા નહીં. તેમની પાસે કહેવા માટે કંઈ નથી. મુદ્દો એ છે કે વિપક્ષ શું બોલશે. સરકાર તેમના ભાષણો નક્કી કરી શકે છે, પરંતુ અમારા ભાષણો નક્કી કરી શકે નહીં.
આ પણ વાંચો - સંસદ ભવન બહાર રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રીને ‘ગદ્દાર મિત્ર’ કહ્યું, રવનીત બિટ્ટુનો જવાબ
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે કોંગ્રેસ પોતાની વાત રાખી રહી નથી અને કોંગ્રેસના કારણે કોઈ પણ વિપક્ષ પોતાનો મત વ્યક્ત કરી શકતો નથી. હવે બંગાળમાં ચૂંટણી યોજાવાની છે, મમતા બેનર્જી સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યા છે શું તેમના સાંસદોએ ગૃહમાં પોતાનો મત રજૂ કરવો જોઈતો ન હતો, પરંતુ જે રીતે એક પક્ષ અને વિપક્ષના નેતાને કારણે ગૃહનો માહોલ ખરાબ થયો છે હું માનું છું કે આ ખોટી પરંપરાની શરૂઆત છે.
ટેબલ પર ચડીને સ્પીકરનું અપમાન કરી રહ્યા છો - ચિરાગ પાસવાન
તેમણે કહ્યું કે જે રીતે તમે ટેબલ પર ચડીને સ્પીકરનું અપમાન કરી રહ્યા છો. એક સુંદર ચર્ચા થઈ શકી હોત તેનાથી દરેકને ફાયદો થયો હોત, પરંતુ તમે તે ચર્ચાને બંધ કરી દીધી. આ સંપૂર્ણપણે બેજવાબદાર ભૂમિકા રહી છે.
અગાઉ ગૃહની કાર્યવાહી દિવસમાં ત્રણ વખત સ્થગિત કરવામાં આવી હતી. સાંજે 5:00 વાગ્યે ગૃહ ફરી શરૂ થયું ત્યારે વિપક્ષના સભ્યો પ્લેકાર્ડ લઈને વેલ પર આવ્યા હતા અને હંગામો મચાવવા લાગ્યા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને પીઠાસીન અધિકારીએ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત રાખવાની જાહેરાત કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us