Akhilesh Yadav In Lok Sabha : લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું હતું. અખિલેશ યાદવે કહ્યું છે કે આ સરકાર પડવાની છે અને હવે આ સરકારમાં પહેલાની જેમ કોઇ ખુશી જોવા મળતી નથી. અખિલેશે કેન્દ્ર અને યુપી સરકાર બંને પર કટાક્ષ કરતા કહ્યું છે કે સરકાર એટલી નબળી છે કે જેણે હાર આપી છે તેને હટાવવામાં સક્ષમ નથી. અખિલેશ યાદવે કહ્યું કે કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં યુપીને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવ્યું છે.
અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે યુપીને સૌથી મોંઘી વીજળી મળી રહી છે. પૂર્વ સીએમે કહ્યું કે ખેડૂતોની આવક બમણી થઈ નથી અને સરકારે એક પણ નવી મંડી બનાવી નથી. એમએસપી પર કોઈ કાનૂની ગેરંટી કેમ નથી. તેમણે દાવો કર્યો હતો કે યુપીનો વિજળી ક્વોટા હજુ સુધી વધ્યો નથી.
અગ્નિવીરથી લઈને ખેડૂતો સુધી, અખિલેશે દરેક મુદ્દા પર વાત કરી
અખિલેશે આરોપ લગાવ્યો કે લાખો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આજે રોજગાર અને નોકરીઓ પર સૌથી મોટું સંકટ આવી ગયું છે, સરકાર જે યોજના લાવી છે, શું આ યોજના યુવાનોને કાયમી નોકરી આપશે? પાંચ હજાર રૂપિયામાં બનશે ભવિષ્ય? અખિલેશે અગ્નિવીરના મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે જે યુવાનો સેનાની તૈયારી કરી રહ્યા છે તે ક્યારેય સ્વીકારી શકતા નથી.
અખિલેશ યાદવ અને અનુરાગ ઠાકુર વચ્ચે ટકરાવ
અખિલેશ યાદવે ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે જો બીજોની 100થી વધુ નવી જાતો લાવવાનું કહ્યું છે, જો આવું જ કરવું છે તો બજેટમાં નેચરલ ફાર્મિંગ પર ભાર આપવાની વાત કેમ કહેવામાં આવી? બંને એકબીજાના પૂરક કેવી રીતે બની શકે. તેમણે કહ્યું કે રેલ અકસ્માતો અને પેપર લીકમાં સ્પર્ધા ચાલી રહી છે.
આ પણ વાંચો – Modi 3.0 : આખરે મોદી સરકાર પડી જશે એવી વારંવાર કેમ ચર્ચા થઈ રહી છે?
અખિલેશે અગ્નિવીરનો મુદ્દો ઉઠાવ્યો તો ભાજપના નેતા અનુરાગ ઠાકુરે કહ્યું કે અગ્નિવીર યોજનાથી 100 ટકા રોજગાર મળશે. અખિલેશ યાદવે જ્ઞાન આપવાનું બંધ કરવું જોઈએ. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પણ અખિલેશના ભાષણ દરમિયાન કહ્યું હતું કે તે વિપક્ષના નેતા (રાહુલ ગાંધી)ને પણ કંઈક શીખવાડી દે.
અગ્નિવીર યોજના પર બોલતા અખિલેશે કહ્યું કે કોઈ પણ યુવક તેના માટે તૈયાર નહીં થાય
અગ્નિવીર યોજના પર બોલતા અખિલેશે કહ્યું કે કોઈ પણ યુવક તેના માટે તૈયાર નહીં થાય. તેનાથી ખુદ સરકાર ખુશ નથી. તેથી જ તમે રાજ્ય સરકારોને કહી રહ્યા છો કે તેઓ તેમને અનામત આપશે. અખિલેશે કહ્યું કે જ્યારે સરકારને આ સ્કીમ પસંદ છે તો તે અનામત કેમ આપી રહી છે. જ્યારે અખિલેશ અગ્નિવીર યોજના પર બોલી રહ્યા હતા, ત્યારે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે તેમને અટકાવ્યા હતા.
અનુરાગ ઠાકુરે કહ્યું કે અખિલેશ યાદવ સાંભળી લો, અગ્નિવીરોમાં 100 ટકા ગેરંટી છે. રાહુલજી સાથે બેસીને તમે જ્ઞાન વહેંચશો નહીં? આ પછી અખિલેશ યાદવે કહ્યું કે તમે હવે મંત્રી નથી રહ્યા, હું તેનું દર્દ જોઈ શકું છું. અખિલેશે સીએમ યોગીનું નામ લીધા વગર તેમના ઉપર પણ નિશાન સાધ્યું હતું. સપા પ્રમુખે કહ્યું કે જ્યારથી યુપીમાં હાર્યા છે કોઈ કોઈને નમસ્કાર કરી રહ્યું નથી અને જે લોકો પોતાને ખૂબ જ શક્તિશાળી કહેતા હતા, તે હારનારને હટાવી શકતા નથી. તે એક પીડા છે.





