PM Narendra Modi debate on Operation Sindoor : પીએમ મોદી લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલા ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે સત્રની શરૂઆતમાં જ તેમણે મીડિયાના લોકોને કહ્યું હતું કે આ સત્ર ભારતના ગૌરવ ગાનનો છે. આ સત્ર ભારતના વિજયોત્સવનો છે. જ્યારે હું વિજયોત્સવ કહું છું, ત્યારે તે આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવાનો વિજયોત્સવ છે. હું ગૃહમાં ભારતનો પક્ષ રજૂ કરવા ઉભા થયો છું અને જેમને ભારતનો પક્ષ દેખાતો નથી તેમને આઇનો બતાવવા માટે ઉભો થયો છું.
પીએમ મોદીએ પહેલગામ હુમલાને જઘન્ય ગણાવતા કહ્યું કે તે દેશમાં રમખાણો ફેલાવવાનું આતંકવાદી કાવતરું હતું. નિર્દોષ નાગરિકોને તેમનો ધર્મ પૂછીને મારવામાં આવ્યા. દેશવાસીઓએ આ કાવતરું નિષ્ફળ બનાવ્યું. હું 22 એપ્રિલે વિદેશમાં હતો. જ્યારે હું પાછો ફર્યો, ત્યારે મેં એક બેઠક બોલાવી અને આતંકવાદના આકાઓને યોગ્ય જવાબ આપવા કહ્યું. મેં આતંકવાદીઓ અને તેમના આકાઓને કલ્પના બહાર સજા કરવાનો, આતંકવાદીઓનો મિટ્ટીમાં મિલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અમને સેનાની ક્ષમતા અને ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. અમે સેનાને ખુલી છૂટ આપી હતી. આતંકવાદીઓના આકાઓને પણ અંદાજ હતો કે ભારત કાર્યવાહી કરશે.
પીએમ મોદીએ કહ્યું કે ત્યાંથી પરમાણુ હુમલાની ધમકીઓના નિવેદનો પણ આવવા લાગ્યા હતા. અમને ગર્વ છે કે 6 અને 7 મેની રાત્રે, અમે જેવું નક્કી કર્યું તે પ્રમાણે આતંકવાદીઓને જવાબ આપ્યો. અમે હુમલો કર્યો અને પાકિસ્તાન કંઈ કરી શક્યું નહીં. અમે એવો યોગ્ય જવાબ આપ્યો કે આતંકવાદના આકાઓની હજુ પણ ઊંઘ ઉડેલી છે. અમે 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો. અમે ત્યાં ઘુસીને પણ માર્યા. જ્યાં પહેલાં ક્યારેય ગયા ન હતા. આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. અમે પાકિસ્તાનની પરમાણુ ધમકીઓને ખોટી સાબિત કરી. ભારતે સાબિત કર્યું કે હવે આ ચાલશે નહીં અને ભારત આ ધમકીઓ સામે ઝૂકશે નહીં. અમે પાકિસ્તાનને એવું દર્દ આપ્યું છે કે આજે પણ તેના ઘણા એરપોર્ટ ICUમાં પડેલા છે.
આ ટેકનોલોજીકલ વોરફેયરનો યુગ છે
પીએમ મોદીએ કહ્યું કે જેવું નક્કી કર્યું હતું તેવી અમે કાર્યવાહી કરી. આ ટેકનોલોજીકલ વોરફેયરનો યુગ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી મેડ ઇન ઇન્ડિયા મિસાઇલો અને ટેકનોલોજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આપણી ત્રણેય સેનાઓએ પાકિસ્તાનના છક્કા છુડાવી દીધા હતા. આ ન્યૂ નોર્મલ છે કે જો ભારત પર આતંકવાદી હુમલો થયો તો ભારત આવશે અને મારીને જશે. હવે આતંકના આકાઓને હુમલા પછી ઊંઘ આવતી નથી. જો ભારત પર હુમલો થાય તો અમે અમારી રીતે અમારી શરતો પર જવાબ આપીશું. કોઈ ન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ કામ કરશે નહીં.
પીએમ મોદીએ કહ્યું કે અમે આતંકવાદીઓ અને તેમના આશ્રયદાતા સરકારને અલગથી જોઇશું નહીં. અહીં વિદેશ નીતિ અને સમર્થન વિશે પણ ઘણું કહેવામાં આવ્યું હતું. વિશ્વના કોઈ પણ દેશે ભારતને તેની સુરક્ષામાં કાર્યવાહી કરતા અટકાવ્યું નથી. 193 યુએન દેશોમાંથી ફક્ત ત્રણ જ દેશોએ પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. ક્વાડ, બ્રિક્સ, કોઈપણ દેશ હોય, ભારતને વિશ્વભરમાંથી સમર્થન મળ્યું છે. હું વિદેશ નીતિ પર સ્પષ્ટપણે બોલી રહ્યો છું, અમને વિશ્વનું સમર્થન મળ્યું પરંતુ કમનસીબે મારા દેશના નાયકોની વીરતાને કોંગ્રેસનો ટેકો મળ્યો નહીં. 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા પછી ત્રણ-ચાર દિવસમાં તેઓ ઉપર-નીચે કૂદકા મારતા હતા. તેમને ભારતીય સેના પર વિશ્વાસ નથી. આવું કરીને હેડલાઇન્સ તો મેળવી શકે છે પરંતુ દેશવાસીઓના દિલમાં સ્થાન બનાવી શકતા નથી.
આપણે આતંકવાદીઓના નાભિ પર હુમલો કર્યો
પીએમ મોદીએ કહ્યું કે 10 મેના રોજ સીઝફાયરનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી હતી. આ એ જ પ્રોપેગેન્ડા છે જે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવ્યો હતો. કેટલાક લોકો સેના પર વિશ્વાસ કરવાને બદલે તેને આગળ વધારવામાં લાગ્યા હતા. જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરવામાં આવી ત્યારે કેટલાક લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા હતા. તે એક જ રાતમાં મેળવી લીધું હતું. જ્યારે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરવામાં આવી ત્યારે પણ આપણું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરમાં પણ આપણા લક્ષ્ય નક્કી હતા, આપણે આતંકવાદીઓના નાભિ પર હુમલો કર્યો હતો. જ્યાં પહેલગામના આતંકવાદીઓ ભરતી થઇ હતી, ટ્રેનિંગ મળી, ફંડિંગ મળતી હતી. તે જગ્યાએ આપણે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓની નાભિ પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો – લોકસભામાં અમિત શાહે કહ્યું – પાકિસ્તાન સામે શરણમાં આવ્યા સિવાય કોઇ વિકલ્પ ન હતો
આપણી સેનાએ 100% લક્ષ્યો પ્રાપ્ત કરીને દેશની તાકાતનું પ્રદર્શન કર્યું
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે પણ આપણી સેનાએ 100% લક્ષ્યો પ્રાપ્ત કરીને દેશની તાકાતનું પ્રદર્શન કર્યું. કેટલાક લોકો જાણી જોઈને ભૂલી શકે છે, દેશ ભૂલશે નહીં. પહેલા દિવસથી જ સ્પષ્ટ હતું કે અમારું લક્ષ્ય આતંકવાદીઓ, આતંકવાદીઓના આકા, તેમના ઠેકાણા હતા. અમે તેમને નષ્ટ કરવા માંગતા હતા, અમે અમારું કામ કર્યું. રાજનાથજીએ ગઈકાલે જે કહ્યું હતું તે હું વિશ્વાસ સાથે પુનરાવર્તન કરું છું, 6-7 મેના રોજ થયેલા અમારા ઓપરેશન પછી તરત જ અમે પાકિસ્તાનના DGM ને ફોન કરીને જાણ કરી હતી.
વિશ્વના કોઈપણ નેતાએ ભારતને ઓપરેશન બંધ કરવા કહ્યું નથી
પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનના DGMO એ ફોન કરીને કહ્યું કે હવે વધારે માર ખાવાની તાકાત નથી. ઘણા માર્યા, પ્લીઝ હુમલો રોકી દો. આ પછી સીઝફાયર થયું હતું. પહેલા દિવસે પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે અમારી કાર્યવાહી નોન એસ્કેલેટરી છે. અમે આમ કહ્યા પછી આ કર્યું છે. વિશ્વના કોઈપણ નેતાએ ભારતને ઓપરેશન બંધ કરવા કહ્યું નથી. તે જ સમયે 9મી તારીખે રાત્રે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેઓ એક કલાક પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ મારી સેના સાથે મીટિંગ ચાલી રહી હતી. બાદમાં મેં તેમને ફોન કર્યો હતો. પછી તેમણે મને કહ્યું કે પાકિસ્તાન ખૂબ મોટો હુમલો કરવા જઈ રહ્યું છે. મારો જે જવાબ હતો, જેમને સમજ નહીં આવે તેમને નહીં આવે. જો પાકિસ્તાનનો આ ઇરાદો છે તો તેમને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે. જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે મોટા હુમલાથી જવાબ આપીશું. મેં કહ્યું હતું કે અમે ગોળીઓનો જવાબ ગોળાથી આપીશું.