Parliament Winter Session : ડ્રામા નહીં, ડિલિવરી થવી જોઈએ; સંસદ શિયાળુ સત્ર પહેલા PM મોદીનું નિવેદન

Parliament Winter Session : સંસદ શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં કહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી આપણી સંસદનો ઉપયોગ કાં તો ચૂંટણીની તૈયારી માટે અથવા તો હાર પછી તેમની હતાશા બહાર કાઢવા માટે કરવામાં આવે છે.

Parliament Winter Session : સંસદ શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં કહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી આપણી સંસદનો ઉપયોગ કાં તો ચૂંટણીની તૈયારી માટે અથવા તો હાર પછી તેમની હતાશા બહાર કાઢવા માટે કરવામાં આવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
pm narendra modi | narendra modi | pm modi | india prime minister

PM Narendra Modi : નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન. (Photo: @PMOIndia)

Parliament Winter Session : સંસદ શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 19 નવેમ્બરના રોજ સમાપ્ત થશે અને સંસદના બંને ગૃહોની 15 બેઠકો હશે. સંસદ સત્ર પહેલા મીડિયા સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે ડિલિવરી થવી જોઈએ, ડ્રામા નહીં. સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કરતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "સંસદનું શિયાળુ સત્ર માત્ર એક પરંપરા નથી, તે ભારતને વિકાસના માર્ગે લઈ જવાના પ્રયાસોને ઊર્જા આપશે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિક્રમજનક મતદાન લોકશાહીની સૌથી મોટી તાકાતનું પ્રમાણ છે. પરિણામોથી નારાજ વિપક્ષ હારની નિરાશા માંથી બહાર આવે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત લોકશાહીમાં જીવ્યું છે અને આ બાબત વારંવાર સાબિત થઈ છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણીએ પણ આ બાબત દર્શાવી છે. ”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળોને કહ્યું હતું કે, "નકારાત્મકતા રાજકારણમાં ઉપયોગી થઈ શકે છે પરંતુ છેવટે સકારાત્મક વિચારસરણી રાષ્ટ્ર નિર્માણ માટે પણ હોવી જોઈએ." હું તમારી પાસેથી અપેક્ષા રાખું છું કે તમે નકારાત્મકતાને મર્યાદિત કરો અને રાષ્ટ્ર નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ શિયાળુ સત્ર અન્ય એક કારણથી પણ મહત્વપૂર્ણ છે. અમારા નવા અધ્યક્ષ અમારા ઉપલા ગૃહને માર્ગદર્શન આપશે. હું તેમને શુભેચ્છા પાઠવું છું. જીએસટી સુધારાએ દેશવાસીઓમાં શ્રદ્ધાનું વાતાવરણ ઊભું કર્યું છે. આ સત્રમાં પણ આ દિશામાં ઘણું કામ થશે. ”

Advertisment

સંસદનો ઉપયોગ નિરાશ રજૂ કરવા માટે થઇ રહ્યો છે : પીએમ મોદી

મીડિયા સાથે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક સમયથી આપણી સંસદનો ઉપયોગ કાં તો ચૂંટણીની તૈયારી માટે અથવા તો હાર પછી તેમની હતાશા બહાર કાઢવા માટે કરવામાં આવે છે. મેં જોયું છે કે કેટલાક રાજ્યો એવા છે જ્યાં સત્તામાં આવ્યા પછી નેતાઓ એટલી મજબૂત સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહ્યા છે કે તેઓ જનતાનો સામનો કરી શકતા નથી. તેના બદલે, તેઓ અહીં આવે છે અને તેમનો બધો ગુસ્સો ગૃહની અંદર કાઢે છે. કેટલાક પક્ષોએ સંસદને તેમના રાજ્ય સ્તરની રાજનીતિનો મંચ બનાવ્યો છે, એક ખરાબ પરંપરા બનાવી છે જે દેશ માટે સારી નથી. ”

આ પણ વાંચો | સંસદ શિયાળુ સત્રમાં સંવાદ થશે કે સંઘર્ષ ! કેન્દ્ર સરકાર આ 10 બિલ રજૂ કરશે

વિપક્ષી દળો એસઆઈઆર, આંતરિક સુરક્ષા અને લેબર કોડ પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ સરકાર વંદે માતરમ પર ચર્ચા કરવા માંગે છે. શિયાળુ સત્ર તોફાની રહેવાની ધારણા છે.

congress PM Narendra Modi politics નરેન્દ્ર મોદી ભાજપ સંસદ