VIDEO: અઝરબૈજાનથી રશિયા જઈ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ, 30થી વધુના મોત

Plane Crash in Kazakhstan : કઝાકિસ્તાનમાં અકાતુ એરપોર્ટ નજીક લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. વિમાનમાં 67 મુસાફરો અને ક્રૂના પાંચ સભ્યો હતા સહિત 72 લોકો સવાર હતા. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે

Plane Crash in Kazakhstan : કઝાકિસ્તાનમાં અકાતુ એરપોર્ટ નજીક લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. વિમાનમાં 67 મુસાફરો અને ક્રૂના પાંચ સભ્યો હતા સહિત 72 લોકો સવાર હતા. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Kazakhstan plane crashes, Kazakhstan, plane crashes

અઝરબૈજાનના બાકુથી રશિયાના ગ્રોન્જી જઇ રહેલું વિમાન કઝાકિસ્તાનમાં ક્રેશ થયું (તસવીર - સ્ક્રિનગ્રેબ)

Azerbaijan Airlines Plane Crash in Kazakhstan : કઝાકિસ્તાનમાં મોટો અકસ્માત થયો છે. અકાતુ એરપોર્ટ નજીક એક વિમાન ક્રેશ થયું છે. લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. વિમાનમાં 67 મુસાફરો અને ક્રૂના પાંચ સભ્યો હતા સહિત 72 લોકો સવાર હતા. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં પ્લેનને પડતા જોઇ શકાય છે. લેન્ડિંગ દરમિયાન તેની સ્પીડ ઘણી વધારે હતી. જમીન સાથે અથડાયા બાદ પ્લેનમાં આગ લાગી હતી.

Advertisment

આ વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ગ્રોન્જી જઇ રહ્યું હતું

આ વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયા જઇ રહ્યું હતું. કઝાકિસ્તાનની સરકારનું કહેવું છે કે અઝરબૈજાન પ્લેન ક્રેશમાં 30થી વધારે લોકોના મોત થયા છે. 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કઝાકિસ્તાન ઈમરજન્સી મિનિસ્ટ્રીએ જણાવ્યું કે અઝરબૈજાનનું વિમાન બાકુથી ગ્રોન્જી જઈ રહ્યું હતું. ગ્રોન્જી રશિયાના ચેચન્યા વિસ્તારમાં આવેલું છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અઝરબૈજાન એરલાઇન્સે જણાવ્યું હતું કે ક્રેશ થયેલું વિમાન એમ્બ્રેયર 190 એરક્રાફ્ટ હતું.

ગ્રોન્જીમાં ધુમ્મસના કારણે તેનો રસ્તો બદલવામાં આવ્યો હતો

જણાવવામાં આવી રહ્યું છે કે ગ્રોન્જીમાં ધુમ્મસના કારણે તેનો રસ્તો બદલવામાં આવ્યો હતો. અઝરબૈજાન એરલાઇન્સ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કઝાકિસ્તાનના ઇમરજન્સી મંત્રાલયે જણાવ્યું હતું કે અકસ્માત પછી તરત જ ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ વિમાન અઝરબૈજાન એરલાઇન્સનું એમ્બ્રેયર ઇઆરજે-190 હતું. તે યુટીસી (ભારતીય સમયાનુસાર 9:25 વાગ્યે) સવારે 3:55 વાગ્યે બાકુથી ગ્રોન્જીમાં ઉડાન ભરી હતી. આ પછી જીપીએસની સમસ્યા આવવા લાગી હતી.

Advertisment

આ પણ વાંચો - શું શેખ હસીનાને ભારત પાછા મોકલી દેશે? બાંગ્લાદેશે ભારત સરકારને પત્ર લખીને પ્રત્યાર્પણની માંગ કરી

અહેવાલો અનુસાર વિમાનમાં સવાર યાત્રીઓમાં અઝરબૈજાનના 37, રશિયાના 16, કઝાકિસ્તાનના 6 અને કિર્ગિસ્તાનના 3 મુસાફરો હતા. સોશિયલ મીડિયા પર જોવા મળતા વીડિયોમાં વિમાન ઝડપથી જમીન પર આવતું જોવા મળી રહ્યું છે. પ્લેન જમીન સાથે અથડાતાં જ તેમાં આગ લાગી ગઈ હતી.

પ્લેન ક્રેશ રશિયા વિશ્વ