Pawan Singh No Contest Lok Sabha Election 2024 BJP Candidate Asansol : ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારોની યાદી જાહેર છે. જો કે તેના બીજા જ દિવસે બંગાળમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપે ગાયક પવન સિંહને બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેમણે લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. પવન સિંહે કહ્યું કે તે આસનસોલથી ચૂંટણી લડી શકશે નહીં અને આ વિશ્વાસ માટે પાર્ટીનો આભાર માનું છું.
પવન સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. પવન સિંહે આ પોસ્ટમાં લખ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાનનો હૃદયથી આભાર માનું છે. પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી આસનસોલથી ઉમેદવાર બનાવ્યા પરંતુ કોઇ કારણસર શું આસનસોલ થી ચૂંટણી લડી શકીશ નહીં.
ભાજપે બંગાળની 42 લોકસભામાંથી 20 બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા
તમને જણાવી દઈએ કે ભાજપે શનિવારે સાંજે 6 વાગે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. બંગાળની 42 લોકસભા બેઠકોમાંથી ભાજપે 20 માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.
આશ્ચર્યની વાત એ છે કે ગઈ કાલે જ્યારે ભાજપે પવન સિંહને પોતાના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે તેમણે પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલ પર આપેલા અભિનંદન સંદેશને ફરીથી પોસ્ટ કર્યો. આ ઉપરાંત, તેમણે પોતે ટિકિટ આપવા બદલ પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો આભાર વ્યક્ત કરતી પોસ્ટ પોસ્ટ કરી હતી. પરંતુ રવિવારે તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે તે ચૂંટણી લડી શકશે નહીં.
આ પણ વાંચો | ભાજપ મેનકા ગાંધી, વરુણ અને બ્રિજભૂષણને રિપિટ કરશે? યુપીની આ 27 બેઠકો પર સસ્પેન્સ યથાવત
ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ચિમ બંગાળ ની આસનસોલ બેઠકનું પ્રતિનિધિત્વ બિન-રાજકીય ક્ષેત્રની હસ્તીઓ દ્વારા કરવામાં આવે છે. ભાજપ ના ભૂતપૂર્વ નેતા અને ક્રોનર બાબુલ સુપ્રિયોએ 2014 અને 2019માં બે વાર બેઠક જીતી હતી. સુપ્રિયોના ટીએમસીમાં પક્ષપલટા બાદ હાલ આ બેઠકનું પ્રતિનિધિત્વ તૃણમૂલના અભિનેતામાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિંહા કરે છે.





