/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-News-II-Chikki-II-Viral-Video.jpg)
ચિક્કી બનાવવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે (ફોટો સોર્સ-લક્ષ્મીગુંજી86668/ઈન્સ્ટાગ્રામ)
Peanuts Chikki Video Viral : સીંગ અને ગોળની ચીક્કી ભારતમાં મોટાભાગના ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ છે. સીંગની ચીક્કી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે કારણ કે તેમાં પ્રોટીન, તેલ અને ફાઈબરથી ભરપૂર માત્રામાં સીંગદાણાના ભરપૂર ગુણ હોય છે, પરંતુ શું તમે ક્યારેય આ ચીક્કીને બનતી જોઈ છે? સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે બજારમાં વેચાતી ચીક્કી ખાતા પહેલા સો વાર વિચારશો
વાયરલ વીડિયોમાં ફેક્ટરીમાં ચીક્કી બનતી દેખાઈ રહી છે. જમીન પર જ સીંગદાણા અને ગોળના મિશ્રણના નાના ટુકડા કરવામાં આવી રહ્યા છે. આ ટુકડાઓ પછી એક ફ્રેમમાં મૂકવામાં આવ્યા હતા અને જમીન પર ફેંકવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ચીક્કીને આકાર આપવામાં આવ્યો. જો કે આશ્ચર્યની વાત એ છે કે ચીક્કી બનાવવાની કામગીરી જમીન પર થઇ રહી છે.
સીંગ ચીક્કીનો વીડિયો વાયરલ
આટલું જ નહીં, કર્મચારીઓના હાથમાં ન તો કોઈ મોજા છે કે ન તો ફ્લોર પર કોઈ વાસણ કે પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે. જેના કારણે ચીક્કીમાં કંઈપણ ફસાઈ જવાની શક્યતા છે. ચીક્કી બનાવતી વખતે સાફ-સફાઈના અભાવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિવિધ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.
સીંગ ચીક્કીનો વાયરલ વીડિયો જોઇ લોકોમાં આક્રોશ
એક યુઝર્સ લખ્યું, 'હવે હું તે બજારમાંથી નહીં ખરીદુ પણ ઘરે બનાવીશ.' બીજાએ લખ્યું, 'હું આ સૌથી વધુ ખાઉં છું પણ હવે કેવી રીતે ખાઈશ, મન માનશે નહીં.' અન્ય એક યુઝર્સે લખ્યું, 'કોઈ વસ્તુમાં કેમિકલ મિક્સ કરવામાં આવે છે તો લોકોને તે ખૂબ ગમે છે, આમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યું નથી.' સાક્ષીએ લખ્યું, 'હું હંમેશા વિચારતી હતી કે તે આટલી ટેસ્ટી કેમ છે?'
બીજાએ લખ્યું, 'આમ તો અસલી સ્વાદ છે.' અન્ય એક યુઝર્સે લખ્યું, 'જ્યારે આ વીડિયો સામે આવ્યો ત્યારે હું ચીક્કી ખાતો હતો. ખરેખર, મેં તેને બાજુમાં મુકી દીધી. ઉમેશે લખ્યું, 'નવરાત્રિ આવવાની છે, અમે આનાથી બચી જઈશું, પણ હવે શું કરીશું?' એકે લખ્યું, 'એમાં કંઈ ખોટું નથી, ફ્લોર સાફ છે.' દેશી વસ્તુઓ આવી રીતે બનાવવામાં આવે છે. તે ખાઈ શકે છે. જો કે, સફાઇ પર થોડું ધ્યાન આપવું જોઈએ.
આ પણ વાંચો | યુરિક એસિડ વધવાથી આંગળીઓ અને અંગૂઠામાં દુખાવો થઇ શકે, જાણો લક્ષણો અને ઉપાયો
તમને જણાવી દઈએ કે લોકોએ માત્ર સ્વચ્છતાના અભાવ પર વાંધો ઉઠાવ્યો હતો. લોકો કહે છે કે તેઓ તેને ખાવાનું ખૂબ પસંદ કરે છે, અમે ઉપવાસ દરમિયાન તેનું સેવન કરીએ છીએ, તેથી તેને બનાવતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us