Squad Group: ચીનની દાદાગીરી રોકવા ભારતને ફિલિપાઇન્સનો સાથ, SQUAD સમૂહમાં જોડાવા અપીલ

Philippines India In Squad Group: ફિલીપાઇન્સે ભારતને સ્ક્વોડ (SQUAD) રક્ષા ગઠબંધનમાં સામેલ થવાની અપીલ કરી છે. ફિલિપાઇન્સના સશસ્ત્ર દળોના વડા જનરલ રોમિયો એસ. બ્રોડરે નવી દિલ્હીમાં આયોજિત રાયસીના સંવાદ દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો હતો.

Philippines India In Squad Group: ફિલીપાઇન્સે ભારતને સ્ક્વોડ (SQUAD) રક્ષા ગઠબંધનમાં સામેલ થવાની અપીલ કરી છે. ફિલિપાઇન્સના સશસ્ત્ર દળોના વડા જનરલ રોમિયો એસ. બ્રોડરે નવી દિલ્હીમાં આયોજિત રાયસીના સંવાદ દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો હતો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
s jaishankar in raisina dialogue 2025 | s jaishankar | raisina dialogue 2025 | Minister of External Affairs of India Overview

S Jaishankar In Raisina Dialogue 2025 : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર રાયસીના સંવાદ 2025માં સામેલ થયા હતા. (Photo: @DrSJaishankar)

Philippines India In Squad Group: દક્ષિણ ચીન સાગરમાં વધી રહેલા તણાવ વચ્ચે ફિલીપાઇન્સે ભારતને સ્ક્વોડ (SQUAD) રક્ષા ગઠબંધનમાં સામેલ થવાની અપીલ કરી છે. આ જૂથ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચે એક અનૌપચારિક લશ્કરી જોડાણ છે, જેનો ઉદ્દેશ ચીનના આક્રમણનો સામનો કરવાનો છે.

Advertisment

ફિલિપાઇન્સના સશસ્ત્ર દળોના વડા જનરલ રોમિયો એસ. બ્રોડરે નવી દિલ્હીમાં આયોજિત રાયસીના સંવાદ દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું, "અમે જાપાન અને અમારા સાથીઓ સાથે ટીમનું વિસ્તરણ કરવા વિચારી રહ્યા છીએ, જેમાં ભારત અને દક્ષિણ કોરિયા પણ શામેલ થઇ શકે છે.

ચીનની વધતી જતી સૈન્ય શક્તિ અને વિસ્તાર

ચીને કૃત્રિમ ટાપુઓ બનાવીને દક્ષિણ ચીન સાગર પર પોતાની પકડ મજબૂત કરી છે. ચીને મિષચીફ રીફ પર 2.7 કિલોમીટર લાંબો રનવે બનાવ્યો છે, જ્યાં એર ડિફેન્સ અને મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. આ ક્ષેત્ર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે દર વર્ષે તેમાંથી 3 ટ્રિલિયન ડોલરનો વેપાર પસાર થાય છે. મિષચીફ રીફ એ દક્ષિણ ચીન સાગરમાં સ્થિત એક વિવાદિત કોરલ રીફ છે, જે સ્પ્રેટલી ટાપુઓનો એક ભાગ છે. આ ક્ષેત્ર ચીન, ફિલિપાઇન્સ, વિયેતનામ અને અન્ય દેશો વચ્ચેના પ્રાદેશિક વિવાદોનું કેન્દ્ર રહ્યું છે.

ચીન સમગ્ર દક્ષિણ ચીન સાગરને પોતાનો પ્રદેશ હોવાનો દાવો કરે છે, જેના કારણે ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશો સાથે વિવાદો સર્જાય છે. વર્ષ 2016માં ઈન્ટરનેશનલ કોર્ટે ચીનના દાવાને ફગાવી દીધો હતો, પરંતુ ચીન તેને સ્વીકારવા તૈયાર નથી.

Advertisment
,

ભારત પહેલેથી જ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાની સમુદ્રી હાજરી વધારી રહ્યું છે. ગયા વર્ષે ફિલિપાઇન્સને બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનો પુરવઠો પૂરો પાડવો એ ભારત-ફિલિપાઇન્સ સૈન્ય સહકારમાં એક મોટું પગલું હતું. ભારતીય નૌસેના હિંદ મહાસાગરમાં ચીનની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.

ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું કે, "હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની જવાબદારી ભારતની છે. અમે દરિયાઇ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તૈનાતી વધારી રહ્યા છીએ. ”

ફિલીપાઇન્સની આ વિનંતી બાદ ભારત આ જોડાણનો ભાગ બને છે કે પછી તેની સ્વતંત્ર દરિયાઇ વ્યૂહરચના ચાલુ રાખે છે તે જોવું રસપ્રદ બની રહેશે. યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડના વડા એડમિરલ સેમ્યુઅલ પાપારોએ જણાવ્યું હતું કે પ્રાદેશિક વિવાદોને બળના ઉપયોગ દ્વારા નહીં પરંતુ મુત્સદ્દીગીરી અને આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા ઉકેલવા જોઈએ.

ભારત હાલમાં ક્વાડ અને અન્ય ડિફેન્સ પાર્ટનરશિપ દ્વારા ઈન્ડો-પેસિફિકમાં પોતાની હાજરી વધારી રહ્યું છે. 'સ્ક્વોડ'માં સામેલ થવાના નિર્ણયથી ભારતની સમુદ્રી નીતિ અને ચીન પ્રત્યે તેના વલણને નવો વળાંક મળી શકે છે.

india ચીન વિશ્વ