/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/pink-moon.jpg)
પિંક મૂન રવિવારને 13 એપ્રિલના રોજ જોવા મળશે. આ ઘટના સવારે 5 વાગ્યે જોવા મળશે (તસવીર - સોશિયલ મીડિયા)
Pink Moon Time In India : આ વીકેન્ડમાં આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના જોવા મળવાની છે. રવિવારે રાત્રે આકાશમાં લોકોને પિંક મૂન જોવા મળશે. દર વર્ષે લોકો આ નજારો જોવા માટે ઉત્સુક હોય છે, ફરી એકવાર તે સમય આવી ગયો છે.
પિંક મૂન ક્યારે ક્યારે દેખાશે
પિંક મૂન રવિવારને 13 એપ્રિલના રોજ જોવા મળશે. આ ઘટના સવારે 5 વાગ્યે જોવા મળશે.
પિંક મૂન એટલે શું?
જાણકારી માટે જણાવી દઈએ કે વસંત ઋતુની પહેલી પૂર્ણિમાનું નામ પિંક મૂન રાખવામાં આવ્યું છે. હવે કેટલાક લોકોને એવું લાગે છે કે તેને પિંક મૂન કહેવામાં આવે છે તેથી ચંદ્રનો રંગ ગુલાબી હશે, પરંતુ આવું બિલકુલ થતું નથી. અસલમાં એક જંગલી ફૂલ છે જેનું નામ છે ફ્લોક્સ. આ ફૂલ વસંત ઋતુમાં ખીલે છે. ઉત્તર અમેરિકામાં આ ફૂલ ખીલે એટલે કે તેનો મતલબ હોય છે કે હવામાનમાં કેટલાક મોટા ફેરફાર થવાના છે. આ ફેરફારોને પિંક મૂનની વ્યાખ્યા તરીકે વર્ણવવામાં આવ્યા છે.
આ પણ વાંચો - ભારતમાં જોરદાર એન્ટ્રી, લક્ઝરી ડિઝાઇન અને 50MP સેલ્ફી કેમેરો,જાણો કિંમત અને ફિચર્સ
આ વખતે જે પિંક મૂન થશે લોકો તેને માઇક્રો મૂન કહીને પણ સંબોધિત કરી રહ્યા છે. આનું મુખ્ય કારણ એ છે કે પૃથ્વીથી ચંદ્રનું અંતર ઘણું વધારે હશે, તેથી આ વખતે ચંદ્ર સામાન્ય કરતા થોડો નાનો અને ઓછો તેજસ્વી દેખાશે.
શું આપણે પિંક મૂન જોઈ શકીશું?
હવે કેટલાક લોકોને લાગે છે કે જો તેઓ પિંક મૂન જોવા માંગતા હોય તો તેમને કેટલીક મોંઘી ટેકનોલોજીની જરૂર પડશે, પરંતુ એવું નથી. જો આકાશ સાફ હોય તો તમે તમારી છત પરથી પિંક મૂન જોઈ શકો છો, તમે આ અદભૂત દૃશ્યના સાક્ષી બની શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us