Modi 3.0: સંભવિત મંત્રીઓનું લિસ્ટ, નીતીશની બિહાર ફોર્મ્યુલા…, જાણો દરેક સવાલના જવાબ

Modi 3.0 potential Cabinet Ministers : નરેન્દ્ર મોદી સરકારનો રવિવારે શપથ ગ્રહણ સમારોહ યોજાશે ત્યારે એનડીએ ગઠબંધનમાં સામેલ જેડી(યુ), ટીડીપી, એલજેપી, એલએએમ સહિતના નેતાઓનો કેબિનેટ મંત્રી મંડળમાં સમાવેશ થશે.

Written by Kiran Mehta
June 08, 2024 18:34 IST
Modi 3.0: સંભવિત મંત્રીઓનું લિસ્ટ, નીતીશની બિહાર ફોર્મ્યુલા…, જાણો દરેક સવાલના જવાબ
મોદી કેબિનેટમાં કોને મંત્રી પદ મળશે?

Modi 3.0 Prospective Cabinet : આવતીકાલે (રવિવારે) સાંજે નરેન્દ્ર મોદીની 3.0 સરકારનો શપથ ગ્રહણ થવાનો છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી નથી. તેમણે હવે સરકાર ચલાવવા માટે તેમના એનડીએ સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. આવતીકાલે શપથ ગ્રહણ સમારોહમાં શપથ લેનાર મંત્રીઓની યાદી પર પણ તેની અસર જોવા મળી શકે છે. હવે આ વખતે જોવાનું એ રહેશે કે, મોદી સરકારની નવી કેબિનેટમાં નવા ચહેરા કોણ હશે. આ વખતે સ્પષ્ટ છે કે, ટીડીપી અને જેડીયુના નેતાઓને પણ મહત્વ આપવામાં આવશે.

TDP માંથી કોણ બની શકે છે મંત્રી?

હવે વાત કરીશું કે, ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીમાંથી મોદી કેબિનેટમાં કોને સામેલ કરવામાં આવશે. અહીંથી ચંદ્રાબાબુ નાયડુ રામમોહન નાયડુ અને પવન કલ્યાણના નામ આગળ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, TDP મોદી કેબિનેટમાં ત્રણથી ચાર પદની માંગ કરી શકે છે.

બિહારમાંથી કઈ ફોર્મ્યુલા હેઠળ મંત્રી બનાવવામાં આવશે?

બિહારમાં ભારતીય જનતા પાર્ટી, JDU અને ચિરાગ પાસવાનની LJP, HAM અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા પાર્ટીએ જીત મેળવી છે. હવે બિહારમાં પણ મંત્રીઓને કેવી રીતે મંત્રી બનાવવામાં આવશે તેની ફોર્મ્યુલા પણ સામે આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહાર સરકારમાં જે ફોર્મ્યુલા દ્વારા મંત્રીઓ બનાવવામાં આવ્યા હતા. તેવી જ રીતે કેન્દ્રમાં પણ મંત્રી પદ આપવામાં આવશે. મતલબ કે બિહારમાંથી જેટલા ભારતીય જનતા પાર્ટીના સાંસદો મંત્રી બનશે, એટલી જ સંખ્યામાં JDU ના સાંસદો પણ મંત્રી બનશે.

જેડીયુ અને ભાજપ અલગ-અલગ જાતિના સમીકરણો અનુસાર સાંસદોના નામ આગળ કરશે. હવે જો આપણે આને ઉદાહરણ તરીકે જોઈએ તો, જો યાદવ જાતિના કોઈપણ સાંસદને ભાજપના ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવે છે, તો જેડીયુમાંથી કોઈ યાદવ સાંસદ મંત્રી પદ માટે પોતાનો દાવો દાખવી શકશે નહીં. LJP અને હિન્દુસ્તાની અવમ મોરચાના જીતનરામ માંઝીને એક-એક મંત્રી પદ મળશે.

મહારાષ્ટ્રમાંથી કોને મળશે તક?

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સહયોગી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદે જૂથમાંથી એક મંત્રી શપથ લેશે, જેમાં શિવસેનાના વરિષ્ઠ નેતા પ્રતાપરાવ જાધવનું નામ સૌથી આગળ છે. આ સિવાય મોદી કેબિનેટ માટે શ્રીરંગ બારણેનું નામ પણ ચાલી રહ્યું છે. જો કે હજુ સુધી સીએમ એકનાથ શિંદેએ આ અંગે કોઈ જાહેરાત કરી નથી. તો, મહારાષ્ટ્રમાં NCP માં વિભાજીત થયેલા અજીત જૂથને પણ મોદી ટીમમાં સ્થાન મળવાનું લગભગ નિશ્ચિત છે. એનસીપીના મંત્રી શપથ લઈ શકે છે. આમાં પ્રફુલ્લ પટેલનો દાવો મજબૂત છે.

ઉત્તર પ્રદેશમાંથી નવા ચહેરાઓને સ્થાન મળી શકે?

આ વખતે ઉત્તર પ્રદેશથી મોદીની ટીમમાં પાર્ટી નેતૃત્વને પ્રાદેશિક અને સામાજિક સમીકરણો તેમજ નવા અને જૂના ચહેરાઓને સંતુલિત કરવાના પડકારનો સામનો કરવો પડશે. જૂના ચહેરાઓની વાત કરીએ તો રાજનાથ સિંહ, અનુપ્રિયા પટેલ અને RLD ચીફ જયંત ચૌધરી કેબિનેટમાં સામેલ થશે તે લગભગ નિશ્ચિત છે. ટીમમાં બે દલિત ચહેરાઓને પણ સામેલ કરી શકાય છે. શાહજહાંપુરના સાંસદ અરુણ સાગરને પણ લોટરી લાગી શકે છે. મહેન્દ્ર નાથ પાંડેની હાર બાદ જિતિન પ્રસાદ, દિનેશ શર્મા, મહેશ શર્મા અને લક્ષ્મીકાંત વાજપેયીમાંથી કોઈ એકને બ્રાહ્મણ ચહેરા તરીકે સામેલ કરી શકાય છે.

આ પણ વાંચો – Modi 3.0 Cabinet Portfolio: TDP, JDUને મળશે મોદી કેબિનેટમાં કયું મંત્રાલય, આજે મહત્વની બેઠક

કયા વર્તમાન સાંસદોને હારનો સામનો કરવો પડ્યો?

આ વખતે મોદી સરકારના ઘણા વર્તમાન કેબિનેટ મંત્રીઓને લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ યાદીમાં સ્મૃતિ ઈરાનીથી લઈને રાજીવ ચંદ્રશાખર જેવા મોટા નામ સામેલ છે. મોદી કેબિનેટના અન્ય મંત્રીઓ જેઓ આ વખતે ચૂંટણી હારી ગયા છે તેમાં અજય મિશ્રા, સુભાષ સરકાર, કૌશલ કિશોર, અર્જુન મુંડા, કૈલાશ ચૌધરી, કલ્યાણ, એલ મારુગન, નિસિથ પ્રામાણિક, સંજીવ બાલ્યાન, ભગવંત ખુબા, મહેન્દ્રનાથ પાંડે, કપિલ પાટીલ, રાવસાહેબીનો સમાવેશ થાય છે. દાનવે, ભારતી પવાર, સાધ્વી નિરંજન જ્યોતિ, ભાનુ પ્રતાપ, વી મુરલી ધરન અને આરકે સિંહ જેવા નામો સામેલ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ