PM Modi Birthday : ભારતીય રાજનીતિની ચાલ, ચરિત્ર અને ચહેરો બદલનાર પીએમ નરેન્દ્ર મોદી

PM Modi Birthday : 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. પીએમ મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે તેમની રાજકીય સફર અને યોગદાન પર એક નજર

Written by Ashish Goyal
September 17, 2025 16:37 IST
PM Modi Birthday : ભારતીય રાજનીતિની ચાલ, ચરિત્ર અને ચહેરો બદલનાર પીએમ નરેન્દ્ર મોદી
PM Modi Birthday : વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 75 વર્ષના થઈ ગયા છે

PM Modi Birthday : વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 75 વર્ષના થઈ ગયા છે. તેઓ દાવો કરી શકે છે કે તેમણે ભારતની મૂળભૂત રાજનીતિક સમજદારીને ફરીથી પરિભાષિત કરી છે. રાજકારણ ત્યારે સૌથી વધુ શક્તિશાળી હોય છે જ્યારે તે વ્યાપક જનસમુદાયને તેમની આસપાસની દુનિયાને સમજવા માટે એક નવો દ્રષ્ટિકોણ આપે છે અને મોદીના રાજકારણે ભાજપ અને તેની હિન્દુત્વની વિચારધારાને આવો જ નજરિયો આપ્યો છે.

મોદી હવે સતત સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન બનવાનો નહેરુનો રેકોર્ડ તોડવાના માર્ગ પર છે. વડા પ્રધાને એ સુનિશ્ચિત કર્યું છે કે તેમના નેતૃત્વ હેઠળ, ભારતીય જનતા પાર્ટી સતત નહેરુવાદી સાંસ્કૃતિક સહમતિને નવું રુપ આપતી રહી જેથી બીજેપી માટે જગ્યા બનાવી શકાય. અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની અગાઉની ભાજપ સરકારથી બદલાવ તરીકે, તેમણે પાર્ટીને તે યુવાનોના વિશાળ વર્ગ સુધી પહોંચવામાં મદદ કરી છે. તેમના માટે કુલીન સત્તાના ગલિયારા બંધ થઈ ગયા હતા.

આ દિશામાં પીએમ મોદીએ પોતાને તેમાંના એક તરીકે રજૂ કર્યા છે, જે નહેરુ-ગાંધી પરિવારના મૂળ આધાર માનવામાં આવતા અંગ્રેજી અલ્પસંખ્યકોથી ઉલટ છે. તે એ જ જૂનો ભદ્ર વર્ગ છે જે હવે પોતાને હાંસિયામાં ધકેલાઈ ગયો માને છે, અને વડા પ્રધાને 2017માં આ ટકરાવને હાર્વર્ડ વર્સિસ સખત મહેનત તરીકે વ્યાખ્યાયિત કરી હતી. આ જ કારણ છે કે મોદી પર સૂટ-બૂટની સરકાર ચલાવવાનો કોંગ્રેસનો આરોપ સાચો સાબિત થયો નથી.

પીએમ મોદીએ પોતાની પાર્ટીનો એક ટેગ હટાવ્યો

વડા પ્રધાન મોદીએ તેમની પાર્ટી ભાજપમાંથી વધુ એક ઠપ્પો હટાવવામાં પણ મદદ કરી છે. તે વાણિયા-બ્રાહ્મણ અથવા મોટે ભાગે ઉચ્ચ જાતિના પક્ષની પાર્ટી હોવાનો ઠપ્પો લાગ્યો હતો. મોદીની વાત કરીએ તો ભાજપમાં ઘણા ઓબીસી નેતાઓ ઉચ્ચ હોદ્દા પર છે. તે જ સમયે તેમની સરકારમાં એક દલિત અને પછી એક આદિવાસી રાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા છે. તેનો ફાયદો ચૂંટણીમાં જોવા મળ્યો છે. અહીં ભાજપ ઓબીસી અને દલિત વોટનો નોંધપાત્ર હિસ્સો જીતી રહી છે.

જ્યારે વિપક્ષી દળોએ જાતિની વસ્તી ગણતરીની માંગ કરીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે મોદી સરકારે જાતિની વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી હતી. આ બધું એવા સમયે થયું જ્યારે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વને સમર્થન આપ્યું છે અને તેના મોટાભાગના વૈચારિક વચનો પૂરા કરવામાં સફળ થયા છે. અયોધ્યામાં રામ મંદિર બન્યું છે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. યુસીસી અને વન નેશન વન ઇલેક્શનની દિશામાં શરૂઆત થઈ ગઈ છે. રાજકારણમાં આ પરિવર્તનને જોતા વિપક્ષી પક્ષો હવે મુસ્લિમો વિશે ખુલ્લેઆમ વાત કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે અને સત્તામાં આવ્યાના 11 વર્ષ પછી પણ મોદી આ ફેરફારોના કેન્દ્રમાં છે.

પીએમ મોદી ધીમે ધીમે આગળ વધ્યા

17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં મોઢ-ઘાંચી પરિવારમાં જન્મેલા મોદી ધીમે ધીમે આગળ વધ્યા. 2001માં તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનવાની તક મળી. મોદીના મુખ્યમંત્રી રહેતા 2002ના ગુજરાત રમખાણોએ થોડોક સમય તેમની રાજકીય કારકિર્દી પર ગ્રહણ લગાવી દીધું હતું. વડા પ્રધાન વાજપેયીએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી અને ઘણા દેશોએ તેમને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. તે સમયગાળામાંથી પસાર થયા પછી મોદીએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને વિકાસ પુરુષ તરીકે એક નવી ઓળખ બનાવી.

આ પણ વાંચો – વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ, જાણો તેમની 5 અજાણી વાતો

બંગાળથી દૂર થઇ ગયેલી ટાટા નેનોને ગુજરાતમાં જગ્યા મળી. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને રોકાણના પ્રદર્શન તરીકે લોકપ્રિય બનાવવામાં આવી હતી. વિદેશમાં સ્થાયી થયેલા વિશાળ ગુજરાતી સમુદાયે એક અલગ જ નેતાના આ સંદેશને વધુ મજબૂત બનાવ્યો. ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા બાદ મોદી માટે કેન્દ્રનો રસ્તો તૈયાર થઈ ગયો હતો. યુપીએ તરફથી સતત બે હારનો સામનો કર્યા બાદ ભાજપ સત્તામાં આવવા માટે તૈયાર થઈ ગઈ હતી. લાલકૃષ્ણ અડવાણીએ વિરોધ કર્યો ન હતો.

2014માં ભાજપે પોતાના દમ પર બહુમતી મેળવી હતી. 30 વર્ષમાં આ પહેલીવાર હતું જ્યારે કોઈ સરકારને આવી સફળતા મળી હતી. ભાજપના નેતા અને પૂર્વ સાંસદ જીવીએલ નરસિમ્હા રાવ કહે છે મોદીજી જાતિ, શહેરી-ગ્રામીણ અને અન્ય તમામ ભેદભાવને તોડવામાં અને લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા હતા, કારણ કે તેમની માન્યતા હતી કે પ્રદર્શન અને વિકાસને પુરસ્કાર કરવામાં આવશે.

ભાજપ સિસ્ટમ આવી ગઈ છે: ભાજપ નેતા

ભાજપના નેતા વિનય સહસ્રબુદ્ધેએ કહ્યું કે રજની કોઠારીએ એક વખત કોંગ્રેસ સિસ્ટમની વાત કરી હતી. હવે તે વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે અને ભાજપની વ્યવસ્થા આવી ગઈ છે. ભાજપે ત્રણ પરિબળોને કારણે આ સિદ્ધિ હાંસલ કરી છે: વડા પ્રધાન મોદીનું મજબૂત નેતૃત્વ, વિચારધારા અને તમામ વૈચારિક આધારિત એજન્ડા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, કારણ કે આ અમારી પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત છે અને સુશાસન અને વિકાસ પર ભાર મૂકે છે. તેમણે સંગઠન માટે શાસન સાથે ક્યારેય સમાધાન કર્યું નથી અને તે જ સંગઠન માટે પણ છે.

પીએમ મોદી વૈશ્વિક મંચ પર પહેલા કરતા વધુ સહજ લાગે છે

મોદીના સમર્થકોનું માનવું છે કે આ મહારથે પોતાની સ્પીડ ગુમાવી નથી. પાકિસ્તાન વિરુદ્ધ તેમની સૈન્ય સફળતાઓમાં ઓપરેશન સિંદૂરનો સમાવેશ કર્યા પછી વડા પ્રધાન હવે વિશ્વ મંચ પર પહેલા કરતા વધુ સહજ દેખાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ