ઇઝરાયેલમાં પીએમ મોદીએ કહ્યું - આપણા સંબંધો સમયની દરેક કસોટી પર ખરા ઉતર્યા છે

PM Modi Israel Visit Updates : પીએમ મોદીએ કહ્યું - ભારત અને ઇઝરાયેલ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી. કોઈપણ સ્વરૂપમાં, કોઈપણ અભિવ્યક્તિમાં, આતંકવાદને સ્વીકાર કરી શકાતો નથી

PM Modi Israel Visit Updates : પીએમ મોદીએ કહ્યું - ભારત અને ઇઝરાયેલ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી. કોઈપણ સ્વરૂપમાં, કોઈપણ અભિવ્યક્તિમાં, આતંકવાદને સ્વીકાર કરી શકાતો નથી

author-image
Ashish Goyal
New Update
PM Modi Benjamin Netanyahu

ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ Photograph: (@narendramodi)

PM Modi Israel Visit Updates : પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે રક્ષા અને સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત વ્યાપક વાતચીત કરી હતી. નેતન્યાહૂ સાથે સંયુક્ત પ્રેસ બ્રીફિંગને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પરસ્પર ફાયદાકારક મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપશે.

Advertisment

ભારત અને ઇઝરાયેલ વચ્ચે હવે ખાસ વ્યૂહાત્મક સંબંધ છે

પીએમ મોદીએ જેરુસલેમમાં કહ્યું કે ભારત અને ઇઝરાયલ વચ્ચે હવે ખાસ વ્યૂહાત્મક સંબંધ છે. અમે અમારી રણનીતિક ભાગીદારીને 'ખાસ વ્યૂહાત્મક ભાગીદારી' ના સ્તર સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ એક ઐતિહાસિક નિર્ણય છે. પીએમ મોદીએ ઉમેર્યું કે તેઓ ટૂંક સમયમાં મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપશે. અમે મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયલમાં UPI ના ઉપયોગને લઇને પણ એક કરાર થયો છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે રક્ષા ક્ષેત્ર ભારત-ઇઝરાયેલ ભાગીદારીનો મજબૂત આધાર રહ્યો છે. ગયા વર્ષે હસ્તાક્ષર કરાયેલા સંરક્ષણ કરાર બાદ બંને દેશો હવે મળીને રિસર્ચ કરશે, નવી ટેકનોલોજી વિકસાવશે અને સંયુક્ત શસ્ત્રોનું ઉત્પાદન વધારશે.

પીએમ મોદીએ કહ્યું - આપણા સંબંધો સમયની કસોટી પર ખરા ઉતર્યા છે

પીએમ મોદીએ કહ્યું કે નવ વર્ષ પહેલાં મને ઇઝરાયેલની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડા પ્રધાન બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. ફરી એકવાર ઇઝરાયલેની ઐતિહાસિક ભૂમિ પર પગ મૂકવો એ મારા માટે ગર્વ અને લાગણીનો ક્ષણ છે. આપણો સંબંધ ઊંડા વિશ્વાસ, સહિયારી લોકશાહી મૂલ્યો અને માનવીય સંવેદનાઓના મજબૂત આધારશિલા પર સ્થાપિત છે. આપણો સંબંધ સમયની દરેક કસોટી પર ખરા ઉતર્યો છે. આજે આપણે ટાઇમ ટેસ્ટેડ ભાગીદારીને 'વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી' નો દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

Advertisment

આ પણ વાંચો -  રોયલ એનફિલ્ડનો ક્રેઝ! ઇઝરાયલમાં Goan Classic 350 બાઇક સાથે દેખાયા PM મોદી અને બેન્જામિન નેતન્યાહૂ

પીએમ મોદીએ કહ્યું કે આજે અમે એક મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી ભાગીદારી સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ AI, ક્વોન્ટમ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગને નવી ગતિ આપશે. મને ખુશી છે કે ઇઝરાયલમાં UPI ના ઉપયોગ માટે એક કરાર થયો છે."

આતંકવાદનું દુનિયામાં કોઈ સ્થાન નથી - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ઇઝરાયેલ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી. કોઈપણ સ્વરૂપમાં, કોઈપણ અભિવ્યક્તિમાં, આતંકવાદને સ્વીકાર કરી શકાતો નથી. અમે આતંકવાદ અને તેના સમર્થકોનો ખભેથી ખભા મિલાવીને વિરાધ કરી રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું. ગાઝા પીસ પ્લાનથી શાંતિનો એક રસ્તો બન્યો છે. ભારતે આ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. અમે ભવિષ્યમાં બધા દેશો સાથે અમારી વાતચીત અને સહયોગ ચાલુ રાખીશું.

વિશ્વ દેશ નરેન્દ્ર મોદી