PM મોદી લોકસભા ચૂંટણી પછી પહેલીવાર મુંબઈ પહોંચ્યા, 29,400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ

PM Modi Mumbai : પીએમ મોદી મુંબઈના પ્રવાસે છે, ત્યારે તેમણે 29,400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જેમાં થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટ અને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પીએમ મોદી અંબાણી પરિવારના શુભ આશીર્વાદ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.

PM Modi Mumbai : પીએમ મોદી મુંબઈના પ્રવાસે છે, ત્યારે તેમણે 29,400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જેમાં થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટ અને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પીએમ મોદી અંબાણી પરિવારના શુભ આશીર્વાદ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Pm narendra modi praises the sabarmati report film

મોદી મોદીએ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટની પ્રશંસા કરી (તસવીર: File Photo)

PM Narendra Mumbai : પીએમ મોદી લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર મુંબઈ પહોંચ્યા છે. તેમના દ્વારા રૂ. 29,400 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. હકીકતમાં, રવિવારે પીએમ મોદી ગોરેગાંવ પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક લિંક રોડ અને ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

Advertisment

શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ ગોરેગાંવમાં નેસ્કો એક્ઝિબિશન સેન્ટરથી રૂ. 16,600 કરોડના થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટ અને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે, જેની વિકસિત ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા છે. મહારાષ્ટ્રનો ભવ્ય ઇતિહાસ છે. મહારાષ્ટ્ર પાસે મજબૂત વર્તમાન છે. મહારાષ્ટ્રમાં સમૃદ્ધ ભવિષ્યનું સ્વપ્ન છે. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે, જે વિકસિત ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવે છે.

પીએમ મોદીએ અનેક પ્રોજેક્ટના શિલાન્યાસ પર પણ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મને મહારાષ્ટ્ર અને મુંબઈ માટે 3 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાની તક મળી છે.

આ પ્રોજેક્ટ્સ મુંબઈ અને આસપાસના વિસ્તારોની કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે. રોડ અને રેલ પ્રોજેક્ટ્સ ઉપરાંત, તેમાં મહારાષ્ટ્રના યુવાનોના કૌશલ્ય વિકાસ માટેની વિશાળ યોજનાનો પણ સમાવેશ થાય છે. તેનાથી મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે. માત્ર 2-3 અઠવાડિયા પહેલા કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર માટે વાધવન પોર્ટને પણ મંજૂરી આપી દીધી છે. 76 હજાર કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ અહીં 10 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે.

Advertisment

પોતાની વાતને આગળ વધારતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 21 મી સદીની ભારતની આકાંક્ષાઓ હાલમાં ખૂબ જ ઊંચા સ્તરે છે. આ સદીમાં લગભગ 25 વર્ષ વીતી ગયા. દેશના લોકો સતત ઝડપી વિકાસ ઇચ્છે છે અને ઇચ્છે છે કે આગામી 25 વર્ષમાં ભારતનો વિકાસ થાય.

આખરે મહારાષ્ટ્રમાં શું બદલાવ આવશે?

જો આપણે ડબલ ટ્યુબ ટનલની વાત કરીએ તો, તે નેશનલ પાર્કની નીચેથી પસાર થવા જઈ રહી છે, જેના દ્વારા વેસ્ટર્ન એક્સપ્રેસ વે અને થાણે ઘોડબંદર વચ્ચે સીધો માર્ગ બનાવવામાં આવશે. આ લિંક રોડ 11.8 કિલોમીટર લાંબો થવા જઈ રહ્યો છે અને તેના કારણે થાણેથી બોરીવલીનું અંતર 12 કિલોમીટરથી ઓછું થઈ જશે અને મુસાફરીનો સમય પણ એક કલાક ઓછો થઈ જશે.

તેવી જ રીતે ગોરેગાંવ-મુલંદ લિંક રોડ ટનલના નિર્માણમાં 6300 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. તેના દ્વારા મુલુંડમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને ગોરેગાંવમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડવામાં આવશે. અહીં પણ મુસાફરીનો સમય 75 મિનિટથી ઘટીને માત્ર 25 મિનિટ થઈ જશે.

મુંબઈ ન્યૂઝ મહારાષ્ટ્ર ગુજરાતી ન્યૂઝ દેશ PM Narendra Modi