ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ છતા અમેરિકા કેમ ના ગયા પીએમ મોદી? હવે કર્યો ખુલાસો

PM Modi : અમેરિકી રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ફોન કરીને અમેરિકા આવવાનું કહ્યું હતું. જોકે પીએમ મોદીએ વ્યસ્ત કાર્યક્રમનો હવાલો આપીને અમેરિકા જવાની અસમર્થતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઓડિશામાં એક જનસભા દરમિયાન પણ આ વાતનો ઉલ્લેખ કર્યો

Written by Ashish Goyal
Updated : June 20, 2025 20:27 IST
ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ છતા અમેરિકા કેમ ના ગયા પીએમ મોદી? હવે કર્યો ખુલાસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ - Photo- social media

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસ પહેલા ત્રણ દેશોની યાત્રા પર હતા. પીએમ મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા ગયા હતા. સમિટ દરમિયાન પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના હતા. જોકે, ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ વહેલા અમેરિકા પરત ફર્યા હતા. ત્યાર બાદ ખુદ અમેરિકી રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ફોન કરીને અમેરિકા આવવાનું કહ્યું હતું.

પીએમ મોદી અમેરિકા કેમ ન ગયા?

જોકે પીએમ મોદીએ વ્યસ્ત કાર્યક્રમનો હવાલો આપીને અમેરિકા જવાની અસમર્થતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઓડિશામાં એક જનસભા દરમિયાન પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ઓડિશાની મુલાકાતને કારણે તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આમંત્રણનો સ્વીકાર કર્યો નથી.

પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મને ફોન કર્યો હતો અને મને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું. મેં કહ્યું કે હાલ હું મહાપ્રભુની ભૂમિ પર જઈ રહ્યો છું. ઓડિશા આવવા માટે મેં ટ્રમ્પના આમંત્રણનો સ્વીકાર કર્યો ન હતો. મહાપ્રભુની ધરતી પર આવવું જરૂરી હતું, તેથી અમેરિકા ન ગયો.

જાણો પીએમ મોદીએ ટ્રમ્પને ફોન પર શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો ત્યારે પીએમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત કોઇ પણ સંજોગોમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો સ્વીકાર કરતું નથી. ના પહેલા કરી છે, ના હવે કરે છે અને ભવિષ્યમાં પણ એવું નહીં થાય. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ વાતચીતની જાણકારી આપી હતી.

વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ફોન પર વાતચીત રાષ્ટ્રપતિ ટ્રમ્પના આગ્રહ પર થઈ હતી, જે લગભગ 35 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ભારતની નીતિ સ્પષ્ટ કરતા કહ્યું કે કાશ્મીર અથવા પાકિસ્તાન સાથે સંબંધિત મુદ્દાઓ પર ભારતનું વલણ હંમેશાથી એ રહ્યું છે કે તે દ્વિપક્ષીય મુદ્દો છે અને કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા સ્વીકાર્ય નથી.

આ વાતચીતમાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઓપરેશન ‘સિંદૂર’ની જાણકારી પણ આપી હતી. વડા પ્રધાને એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે લશ્કરી તણાવ જોવા મળ્યો છે તેમાં અમેરિકા અથવા અન્ય કોઈ દેશની મધ્યસ્થી કરવામાં આવી નથી. પીએમએ ટ્રમ્પને કહ્યું કે પાકિસ્તાનની પહેલ પર વાતચીત શરુ થઇ હતી અને સીઝફાયર થયું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ