વૈશ્વિક તણાવ વચ્ચે ભારત-યુરોપ નજીક, પીએમ મોદીએ કહ્યું - નોકિયાએ કરોડો ભારતીયોને જોડ્યા

PM Narendra Modi Finland President Alexander Stubb Meeting : પીએમ મોદીએ કહ્યું - ભારત અને ફિનલેન્ડ બંને કાયદાનું શાસન, સંવાદ અને ફૂટનીતિમાં વિશ્વાસ રાખે છે. બંને દેશોનો અભિપ્રાય છે કે માત્ર સૈન્ય સંઘર્ષથી કોઈ પણ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે નહીં.

PM Narendra Modi Finland President Alexander Stubb Meeting : પીએમ મોદીએ કહ્યું - ભારત અને ફિનલેન્ડ બંને કાયદાનું શાસન, સંવાદ અને ફૂટનીતિમાં વિશ્વાસ રાખે છે. બંને દેશોનો અભિપ્રાય છે કે માત્ર સૈન્ય સંઘર્ષથી કોઈ પણ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે નહીં.

author-image
Ashish Goyal
New Update
PM Narendra Modi

પીએમ મોદીએ કહ્યું - ભારત અને યુરોપ વચ્ચેનાં સંબંધો હવે ગોલ્ડન એરામાં પ્રવેશ કરી રહ્યાં છે Photograph: (screenshot)

PM Narendra Modi Finland President Alexander Stubb Meeting : પીએમ નરેન્દ્ર મોદીએ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન કહ્યું કે આજે આખું વિશ્વ અસ્થિરતા અને અનિશ્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. ઘણા ભાગોમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. આવા સમયમાં, ભારત અને યુરોપ વચ્ચેનો વધતો સહયોગ વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. 

Advertisment

તેમણે કહ્યું હતું કે અત્યારે દુનિયાનાં ઘણાં વિસ્તારોમાં તણાવ છે. રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે મધ્ય પૂર્વ, આ સંઘર્ષોએ વૈશ્વિક વાતાવરણને અસ્થિર કર્યું છે. આવા વાતાવરણમાં ભારત અને યુરોપ જેવા મોટા વ્યૂહાત્મક ભાગીદારોનું એકસાથે આવવું એ સમગ્ર વિશ્વ માટે સકારાત્મક સંકેત છે.

આપણા સંબંધો ગોલ્ડન એરામાં પ્રવેશ કરી રહ્યા છે

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત અને યુરોપ વચ્ચેનાં સંબંધો હવે ગોલ્ડન એરામાં પ્રવેશ કરી રહ્યાં છે. બંને વચ્ચે સહકાર સતત વધી રહ્યો છે, જે વૈશ્વિક સ્થિરતા, વિકાસ અને સહિયારી સમૃદ્ધિને નવી તાકાત આપશે. તેમણે જણાવ્યું કે વર્ષ 2026ની શરૂઆતમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે. આ સમજૂતીથી ભારત અને ફિનલેન્ડ વચ્ચે વેપાર, રોકાણ અને ટેકનિકલ સહયોગ વધારે મજબૂત થશે.

પીએમ મોદીએ ભારત-ફિનલેન્ડ ભાગીદારીના ઉદાહરણો પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે નોકિયાના મોબાઇલ ફોન અને ટેલિકોમ નેટવર્કે કરોડો ભારતીયોને આપસમા જોડ્યા છે. આ સિવાય ચેનાબ રેલ બ્રિજ ભારતમાં ફિનલેન્ડના આર્કિટેક્ટ્સના સહયોગથી બનાવવામાં આવ્યો હતો, જે વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે.

Advertisment

આ પણ વાંચો - શ્રીલંકાના તટ પાસે ઈરાની યુદ્ધ જહાજ પર અમેરિકાનો સબમરીનથી હુમલો, ભારતથી પરત ફરી રહ્યું હતું, 87 લોકોના મોત

તેમણે એ પણ જણાવ્યું કે આસામનાં નુમાલીગઢમાં વિશ્વની સૌથી મોટી વાંસમાંથી બાયો-ઇથેનોલ બનાવનારી રિફાઇનરી પણ ભારત-ફિનલેન્ડ સહકારનું પરિણામ છે. આ સફળ ઉદાહરણોથી પ્રેરિત, બંને દેશો હવે તેમના સંબંધોને "ડિજિટલાઇઝેશન અને સસ્ટેનેબિલિટીમાં વ્યૂહાત્મક ભાગીદારી"ના સ્તર પર લઈ જઈ રહ્યા છીએ.

સેમિકન્ડક્ટરમાં પણ સહયોગ વધારવામાં આવશે

વડા પ્રધાનના જણાવ્યા અનુસાર આ ભાગીદારી ઘણા હાઇ-ટેક ક્ષેત્રોમાં સહકારને વેગ આપશે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 6G ટેલિકોમ, ક્લીન એનર્જી અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રક્ષા, અંતરિક્ષ, સેમિકન્ડક્ટર અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ફિનલેન્ડ જેવા લોકશાહી અને જવાબદાર દેશોની આ ભાગીદારી વિશ્વને વિશ્વસનીય ટેક્નોલોજી અને સુરક્ષિત સપ્લાય ચેઇન પ્રદાન કરવામાં મદદ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને ફિનલેન્ડ બંને કાયદાનું શાસન, સંવાદ અને ફૂટનીતિમાં વિશ્વાસ રાખે છે. બંને દેશોનો અભિપ્રાય છે કે માત્ર સૈન્ય સંઘર્ષથી કોઈ પણ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે નહીં.

પ્રધાનમંત્રીએ કહ્યું કે યુક્રેનની કટોકટી હોય કે પશ્ચિમ એશિયાની સ્થિતિ, ભારત હંમેશા શાંતિ તરફના દરેક પ્રયાસને સમર્થન આપશે. સાથે તેમણે કહ્યું કે વધતા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા હવે માત્ર જરૂરી નથી પરંતુ તે ખૂબ જ તાકીદની જરૂરિયાત બની ગઈ છે.

દેશ નરેન્દ્ર મોદી