/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/pm-modi-Vladimir-putin.jpg)
પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (ફાઇલ ફોટો)
PM Modi Speaks To Putin : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી. પીએમ મોદી અને પુતિને ટ્રમ્પ ટેરિફ વિવાદ વચ્ચે ભારત-રશિયાના સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે ખૂબ જ સારી અને વિસ્તૃત વાતચીત થઈ હતી. મેં યુક્રેન પર નવીનતમ ઘટનાક્રમ શેર કરવા બદલ તેમનો આભાર માન્યો. અમે અમારા દ્વિપક્ષીય એજન્ડામાં પ્રગતિની સમીક્ષા કરી હતી અને ભારત-રશિયાની વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. હું આ વર્ષના અંતે ભારતમાં રાષ્ટ્રપતિ પુતિનની યજમાની કરવા આતુર છું.
એનએસએ અજિત ડોભાલ પુતિનને મળ્યા
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલે ગુરુવારે મોસ્કોની મુલાકાત દરમિયાન ક્રેમલિનમાં પુતિન સાથે મુલાકાત કર્યાના એક દિવસ બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. આ મુલાકાત સુરક્ષા, આર્થિક અને ઉર્જા સહયોગ પર દ્વિપક્ષીય વાતચીત માટે આ બેઠક યોજાઈ હતી.
રશિયાના સરકારી મીડિયા સ્પુતનિકે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં ડોભાલે ભારત-રશિયાના સંબંધોને ખૂબ જ ખાસ ગણાવ્યા હતા અને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારો સંબંધ ખૂબ જ ખાસ અને જૂનો છે. અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને ખૂબ મહત્વ આપીએ છીએ. રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતના સમાચારથી અમે ખુશ છીએ. તારીખો લગભગ નક્કી થઈ ગઈ છે.
Had a very good and detailed conversation with my friend President Putin. I thanked him for sharing the latest developments on Ukraine. We also reviewed the progress in our bilateral agenda, and reaffirmed our commitment to further deepen the India-Russia Special and Privileged…
— Narendra Modi (@narendramodi) August 8, 2025
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતિમ સપ્તાહમાં ભારતની મુલાકાતે આવશે. રશિયાની ન્યૂઝ એજન્સી તાસે ગુરુવારે એનએસએ અજીત ડોભાલને ટાંકીને આ માહિતી આપી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ નક્કી છે કે પુતિન આ વર્ષના અંતમાં ભારત આવશે.
ડોભાલે રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુ સાથેની બેઠકમાં કહ્યું કે હવે અમારા સંબંધો ખૂબ જ ખાસ બની ગયા છે, જેની અમે કદર કરીએ છીએ. આપણા દેશોની વચ્ચે મજબૂત ભાગીદારી છે અને અમે ઉચ્ચ સ્તરે આદાનપ્રદાન કરીએ છીએ.
આ પણ વાંચો - ટેરિફ બોમ્બ : ટ્રમ્પના નારાજ થવાના બે કારણો, શાંત દેખાઇ રહેલા ભારતની ફુટનીતિ પણ સમજો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા સાથે ભારતના સંબંધો પર કરવામાં આવેલી ટિપ્પણીના કારણે આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાનું કારણ જણાવીને ભારત પર 25 ટકા અને પછી 50 ટકા ટેરિફ લગાવ્યો છે.
2024માં મોદી બે વાર રશિયા ગયા હતા
વર્ષ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વાર રશિયાની મુલાકાતે ગયા હતા. મોદી 22 ઓક્ટોબરે બ્રિક્સ સમિટ માટે રશિયા ગયા હતા. આ પહેલા જુલાઈમાં મોદીએ રશિયાની બે દિવસની મુલાકાત લીધી હતી. એ વખતે વડાપ્રધાને પુતિનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
ભારત રશિયન તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર દેશ
ચીન પછી ભારત રશિયન તેલ ખરીદનાર બીજો સૌથી મોટો દેશ છે. યુક્રેન યુદ્ધ પહેલા ભારતે રશિયાથી માત્ર 0.2 ટકા (68 હજાર બેરલ પ્રતિ દિવસ) તેલ આયાત કર્યું હતું. મે 2023 સુધીમાં તે વધીને 45 ટકા (20 લાખ બેરલ પ્રતિ દિવસ) થઈ ગયું છે, જ્યારે 2025માં જાન્યુઆરીથી જુલાઈ સુધી ભારત રશિયા પાસેથી દરરોજ 17.8 લાખ બેરલ તેલ ખરીદી રહ્યું છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો ભારત દર વર્ષે 130 અબજ ડોલર (11.33 લાખ કરોડ રૂપિયા)થી વધુની કિંમતનું રશિયન તેલ ખરીદતું રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us