પીએમ મોદીએ કહ્યું - ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા ધ્રુવ તારા જેવી અડગ

pm modi vladimir putin join statement : પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બાદ બંનેએ તેમના સંયુક્ત નિવેદનમાં પરસ્પર સંબંધોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો

pm modi vladimir putin join statement : પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બાદ બંનેએ તેમના સંયુક્ત નિવેદનમાં પરસ્પર સંબંધોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Modi-Putin

પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (તસવીર - સ્ક્રીનગ્રેબ)

pm modi vladimir putin join statement : પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બાદ બંનેએ તેમના સંયુક્ત નિવેદનમાં પરસ્પર સંબંધોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા ધ્રુવ તારા જેવી અડીગ છે.

Advertisment

તેમણે કહ્યું કે છેલ્લા આઠ દાયકામાં વિશ્વએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. માનવતાએ અનેક પડકારો અને કટોકટીઓનો સામનો કર્યો છે અને આ બધા દરમિયાન, ભારત-રશિયાની મિત્રતા ધ્રુવ તારા જેવી બની રહી છે. પરસ્પર સન્માન અને ઊંડા વિશ્વાસ પર આધારિત આ સંબંધ હંમેશા સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ક્રિટકલ મિનિરલ્સને લઇને મહત્વપૂર્ણ સહયોગ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે ભારત હંમેશા યુક્રેનમાં શાંતિના પક્ષમાં રહ્યું છે.

રશિયા કોઈપણ દબાણ વિના ભારતને ફ્યૂલની સપ્લાઇ કરતું રહેશે

રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું હતું કે રશિયા કોઈપણ દબાણ વિના ભારતને ફ્યૂલની સપ્લાઇ કરતું રહેશે. પુતિને તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ રશિયા અને ભારત વચ્ચેના સંબંધોના દરેક પાસાઓ પર ચર્ચા કરી હતી. અમે સુરક્ષા, અર્થતંત્ર, વેપાર અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં અમારા સંબંધોને સતત મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું કે આતંકવાદ માનવતાના મૂલ્યો પર પ્રહાર છે અને રશિયા-ભારત સાથે મળીને તેની સામે લડાઇ લડશે.

Advertisment

આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવી પ્રાથમિકતા

પીએમ મોદીએ કહ્યું કે ભારત-રશિયાની આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવું એ અમારી પ્રાથમિકતા છે. અમે 2030 સુધી ભારત-રશિયા આર્થિક સહયોગ કાર્યક્રમ ચાલુ રાખવા સંમત થયા છીએ. ભારત અને રશિયા યુરેશિયન આર્થિક સંઘ સાથે મુક્ત વેપાર કરાર (FTA) ને જલ્દી પુરા કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો - યુક્રેન યુદ્ધ વચ્ચે દિલ્હીમાં ખાસ વાતચીત, યૂએસ ટેરિફથી લઇને 2030 રોડમેપ સુધી ચર્ચા

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે અમે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને વાર્ષિક 100 અબજ અમેરિકન બિલિયન સુધી લઈ જવાની શક્યતા પર વિચાર કરી રહ્યા છીએ. ભારત અને રશિયા ધીમે ધીમે દ્વિપક્ષીય ચુકવણી સમાધાન માટે રાષ્ટ્રીય ચલણોના ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે. અમે નાના મોડ્યુલર પરમાણુ રિએક્ટર અને ફ્લોટિંગ પરમાણુ પાવર પ્લાન્ટના નિર્માણમાં સહયોગ અંગે પણ ચર્ચા કરી શકીએ છીએ.

india PM Narendra Modi નરેન્દ્ર મોદી રશિયા વ્લાદિમીર પુતિન