ઘાનાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું – ગ્લોબલ સાઉથને અવાજ આપ્યા વિના પ્રગતિ થઇ શકે નહીં

PM Narendra Modi Speech in Ghana Parliament: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાનાની સંસદને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું - અમે એક ઉજ્જવળ અને સ્થાયી ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આફ્રિકાનાં વિકાસ માળખાને ટેકો આપીએ છીએ.

Written by Ashish Goyal
Updated : July 03, 2025 19:07 IST
ઘાનાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું – ગ્લોબલ સાઉથને અવાજ આપ્યા વિના પ્રગતિ થઇ શકે નહીં
PM Modi Ghana Parliament: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાનાની સંસદને સંબોધિત કરી હતી (તસવીર - પીએમ મોદી ટ્વિટર)

PM Narendra Modi Speech in Ghana Parliament: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાનાની સંસદને સંબોધિત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની ઘાનાની યાત્રા તેમના માટે એક સૌભાગ્ય છે. તેમણે કહ્યું કે તેઓ પોતાની સાથે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના પ્રતિનિધિના રૂપમાં 1.4 અરબ ભારતીયોની શુભેચ્છા અને શુભકામનાઓ લઈને આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ ઘાના દ્વારા આપવામાં આવેલ રાષ્ટ્રીય સન્માનને બંને દેશોને જોડી રાખતી સ્થાયી મિત્રતા અને સાઝા મૂલ્યોને સમર્પિત કર્યું હતું.

તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે અમારા માટે લોકતંત્ર માત્ર એક વ્યવસ્થા નથી. તે આપણા મૂળભૂત મૂલ્યોનો એક ભાગ છે. તેમણે જણાવ્યું હતું કે અમે અમારા સંબંધોને એક વ્યાપક ભાગીદારી સુધી વધારવાનો નિર્ણય લીધો છે. બીજા વિશ્વયુદ્ધ પછી રચાયેલી વિશ્વ વ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે. ટેક્નોલોજીમાં ક્રાંતિ, ગ્લોબલ સાઉથ ઉદય અને બદલાતી જતી જનસંખ્યા તેની ગતિ અને વ્યાપમાં ફાળો આપી રહી છે. બદલાતા સંજોગોમાં વૈશ્વિક શાસનમાં વિશ્વસનીય અને અસરકારક સુધારાની જરૂર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં એમ પણ કહ્યું હતું કે ગ્લોબલ સાઉથને અવાજ આપ્યા વિના પ્રગતિ ન થઈ શકે. તેમણે કહ્યું હતું કે ભારતનાં લોકોએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. એક મજબૂત ભારત વધુ સ્થિર અને સમૃદ્ધ વિશ્વમાં યોગદાન આપશે. અમે એક ઉજ્જવળ અને સ્થાયી ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આફ્રિકાનાં વિકાસ માળખાને ટેકો આપીએ છીએ. આપણે સૌ સાથે મળીને વચનો અને પ્રગતિથી ભરેલા ભવિષ્યને આકાર આપીશું.

પીએમ નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- લોકતંત્રની ભાવનાને ઉજાગર કરતી ધરતી ઘાનામાં હોવું સૌભાગ્યની વાત છે. આ એક એવી ભૂમિ છે જે લોકતંત્રની ભાવનાને પ્રસારિત કરે છે. વિશ્વના સૌથી મોટા લોકશાહીના પ્રતિનિધિ તરીકે હું મારી સાથે 1.4 અબજ ભારતીયોની શુભેચ્છા અને સદભાવના લઈને આવ્યો છું. ઘાનાને સોનાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, માત્ર તમારી જમીનની નીચે જે છે તેના માટે જ નહીં, પરંતુ તમારા હૃદયમાં જે હૂંફ અને શક્તિ છે તેના માટે પણ.

આ પણ વાંચો – ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે વાતચીત બાદ થયું સીઝફાયર, જયશંકરનો ટ્રમ્પને સણસણતો જવાબ

  • પીએમ મોદીએ કહ્યું કે ગઈ કાલે સાંજે આ એક ખૂબ જ હૃદયસ્પર્શી અનુભવ હતો, મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ જોન મહામા તરફથી મને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરવો એ મારા માટે સન્માનની વાત છે. મને આપણા દીર્ઘદૃષ્ટા અને રાજનેતા તથા ઘાનાના પ્રિય પુત્ર ડૉ. ક્વામે નક્રુમાને શ્રદ્ધાંજલિ આપવાનું સન્માન મળ્યું. તેમણે એક વખત કહ્યું હતું કે આપણને એકજુટ કરનારી તાકાત આપણને અલગ રાખનારી અતિરંજિત પ્રભાવોથી મોટી છે. તેમના શબ્દો આપણી સહિયારી યાત્રાને માર્ગદર્શન આપતા રહે છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું – ભારત લોકશાહીની જનની છે. અમારા માટે લોકશાહી એ માત્ર એક સિસ્ટમ નથી તે આપણા મૂળભૂત મૂલ્યોનો એક ભાગ છે. ભારતમાં 2,500 થી વધુ રાજકીય પક્ષો, 20 અલગ-અલગ અલગ-અલગ રાજ્યોમાં શાસન કરે છે, 22 સત્તાવાર ભાષાઓ, હજારો બોલીઓ છે. આ જ કારણ છે કે ભારત આવનારા લોકોનું હંમેશા ખુલ્લા દિલથી સ્વાગત કરવામાં આવે છે.

  • પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ઘાનાના ઇતિહાસમાં ઔપનિવેશક શાસનના નિશાન છે પરંતુ આપણો આત્મા હંમેશાં સ્વતંત્ર અને નિર્ભય રહ્યો છે. આપણે આપણા સમૃદ્ધ વારસામાંથી તાકાત અને પ્રેરણા મેળવીએ છીએ. આપણી દોસ્તી તમારા પ્રખ્યાત શુગર લોફ પાઇનએપ્લથી કરતાં પણ વધારે મીઠી છે.

  • પીએમ નરેન્દ્ર મોદી કહ્યું કે દુનિયા જળવાયુ પરિવર્તન, મહામારી આતંકવાદ અને સાયબર સુરક્ષા જેવા નવા અને જટિલ સંકટોનો સામનો કરી રહ્યું છે. પાછલી સદીમાં બનાવવામાં આવેલી સંસ્થાઓ જવાબ આપવા માટે સંઘર્ષ કરી રહી છે. બદલાતા સંજોગો વૈશ્વિક શાસનમાં વિશ્વસનીય અને અસરકારક સુધારાની માંગ કરે છે. ગ્લોબલ સાઉથને અવાજ આપ્યા વિના કોઈ પ્રગતિ થઈ શકે નહીં. અમને ગર્વ છે કે અમારા પ્રેસિડેંસી દરમિયાન આફ્રિકન યુનિયન જી -20 નું કાયમી સભ્ય બન્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ