PM Narendra Modi Maharashtra Visit Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે. મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા તુટી ગયા બાદ વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની જનતાની માફી માંગી છે. શિવાજી મહારાજની પ્રતિમા તુટી જવા પર મહારાષ્ટ્રમાં પીએમ મોદીએ કહ્યું કે હું માથું ઝુકાવીને શિવાજીની માફી માંગું છું. પીએમ મોદીએ કહ્યું કે તેમના ચરણોમાં માથું ઝુકાવીને માફી માંગું છું. શિવાજી આપણા માટે આરાધ્ય દેવ છે.
છત્રપતિ શિવાજી મહારાજ એક આરાધ્ય દેવ છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે 2013માં ભાજપે મને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પસંદ કર્યો હતો ત્યારે મેં સૌથી પહેલા રાયગઢન કિલ્લામાં જઇને છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ સામે બેસીને પ્રાર્થના કરી હતી અને રાષ્ટ્રની સેવા કરવાની નવી યાત્રા શરૂ કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજ મારા માટે માત્ર એક નામ નથી, અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ એક આરાધ્ય દેવ છે. તાજેતરમાં સિંધુદુર્ગમાં જે બન્યું તે આજે હું માથું નમાવીને માફી માગું છું અને મારા આરાધ્ય ભગવાન છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં માથું મૂકીને માફી માગું છું.
પીએમ મોદીએ કહ્યું કે આપણી સંસ્કૃતિ અલગ છે. તેમણે કહ્યું કે આપણે ભારત માતાના મહાન સપૂતો, આ દેશના નાયકોને ગાળો આપતા નથી. તેમનું અપમાન કરતા નથી. તેઓએ (કોંગ્રેસે) વીર સાવરકરને ગાળો આપી, આમ કરવા છતાં તેઓ માફી માંગવા તૈયાર નથી, તેઓ અફસોસ કરવા તૈયાર નથી. મહારાષ્ટ્રના લોકો તેમના અસલી ઇરાદાને સમજી ગયા છે.
આ પણ વાંચો – વાધવન બંદર પ્રોજેક્ટ : આ પોર્ટ પ્રોજેક્ટથી મહારાષ્ટ્રને શું થશે ફાયદો, જાણો શું છે યોજના?
પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે ભારતની ગણતરી વિશ્વના સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રોમાં થતી હતી. ભારતની આ સમૃદ્ધિનો એક મોટો આધાર ભારતની સમુદ્રી શક્તિ હતી . આપણી આ તાકાતને મહારાષ્ટ્રથી વધુ સારી રીતે કોણ જાણશે? છત્રપતિ શિવાજી મહારાજ, તેમણે દરિયાઈ વેપાર અને સમુદ્રી શક્તિને નવી ઊંચાઈ આપી હતી. તેમણે નવી નીતિઓ બનાવી, દેશની પ્રગતિ માટે નિર્ણયો લીધા.
આ ભારત, નવું ભારત છે: પીએમ મોદી
પીએમ મોદીએ પોતાની સરકારના વખાણ કરતા કહ્યું કે, હવે આ ભારત, નવું ભારત છે. નવું ભારત ઇતિહાસમાંથી બોધપાઠ લે છે. તે તેની તાકાતને ઓળખે છે, તે તેના ગૌરવને ઓળખે છે. ગુલામીની બેડીઓની દરેક નિશાનીને પાછળ છોડીને નવું ભારત દરિયાઈ માળખાગત સુવિધાઓમાં નવા સીમાચિહ્નો સ્થાપિત કરી રહ્યું છે.