આ લોકો કેરળમાં એકબીજાના દુશ્મન, બાકી જગ્યાએ BFF છે, પીએમ મોદીએ કોંગ્રેસ અને CPI (M) ગઠબંધન પર કર્યો પ્રહાર

PM Modi In Kerela : પીએમ મોદીએ કહ્યું - કોંગ્રેસ અને સીપીઆઈ(એમ)ના નવા ગઠબંધનની શું હાલત છે, તેમની પાસે એ જ ટ્રેક રેકોર્ડ છે કે કેવી રીતે તેમણે દેશને દાયકાઓ સુધી એક જ પરિવારના કબજામાં રાખ્યો

Written by Ashish Goyal
February 27, 2024 17:08 IST
આ લોકો કેરળમાં એકબીજાના દુશ્મન, બાકી જગ્યાએ BFF છે, પીએમ મોદીએ કોંગ્રેસ અને CPI (M) ગઠબંધન પર કર્યો પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલના દિવસોમાં કેરળના પ્રવાસે છે (@BJP4India)

PM Narendra Modi In Kerela : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલના દિવસોમાં કેરળના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીએ ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે. વડાપ્રધાન મોદીએ મંગળવારે તિરુવનંતપુરમમાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) ગઠબંધન પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકો કેરળમાં એકબીજાના દુશ્મન છે, પરંતુ અન્ય સ્થળોએ તેઓ એકબીજાના બીએફએફ છે.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને સીપીઆઈ(એમ)ના નવા ગઠબંધનની શું હાલત છે, તેમની પાસે એ જ ટ્રેક રેકોર્ડ છે કે કેવી રીતે તેમણે દેશને દાયકાઓ સુધી એક જ પરિવારના કબજામાં રાખ્યો. આ લોકો કેરળમાં એકબીજાના દુશ્મન છે પરંતુ દેશના બાકીના ભાગોમાં તેઓ એકબીજાના બીએફએફ એટલે કે બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર છે.

દેશની પ્રગતિ માટે વિપક્ષ પાસે કોઈ રોડમેપ નથી : પીએમ મોદી

સેન્ટ્રલ સ્ટેડિયમમાં ભાજપની રાજ્ય એકમ પદયાત્રાના સમાપન સમારોહમાં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે દેશની પ્રગતિ માટે તેમની પાસે કોઈ રોડમેપ નથી. વિપક્ષને વિશ્વાસ છે કે તે આગામી લોકસભા ચૂંટણી નહીં જીતી શકે, જેના કારણે તેમના નેતાઓ તેમને ‘સારા અને ખરાબ’ કહેવાની રણનીતિ અપનાવી રહ્યા છે.

આ પણ વાંચો – ચાર મહિના સુધી રાહુલ ગાંધીને મળવાનો પ્રયાસ કર્યા બાદ અશોક ચવ્હાણને ત્રણ શબ્દનો આવો મેસેજ મળ્યો

પ્રધાનમંત્રીએ તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર (વીએસએસસી)માં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે પીએસએલવી ઇન્ટિગ્રેશન ફેસિલિટી (પીઆઇએફ), મહેન્દ્રગિરીમાં ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં નવા સેમી-ક્રાયોજેનિક્સ ઇન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી તથા વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર (VSSC) ખાતે ટ્રિસોનિક વિન્ડ ટનલ સહિત સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

ભાજપને વોટબેંકની દ્રષ્ટિએ ક્યારેય કોઈ રાજ્યને જોતું નથી: વડાપ્રધાન

તિરુવનંતપુરમમાં એક જનસભાને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2019માં કેરળમાં ભાજપ વિશે જે આશા જાગી હતી, તે 2024માં વિશ્વાસમાં બદલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. 2019માં કેરળે ભાજપને ડબલ ડિજિટમાં વોટ આપ્યા હતા, 2024માં કેરળ બે આંકડામાં સીટ આપવાની યોજના બનાવી રહ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે ભાજપ ક્યારેય કોઈ રાજ્યને વોટ બેંકના દૃષ્ટિકોણથી જોતું નથી. મોદીએ દાવો કર્યો હતો કે છેલ્લા 10 વર્ષમાં કેરળને બીજેપી શાસિત અન્ય રાજ્યોની જેમ વિકાસનો લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે આ તેમની ગેરંટી છે કે તેઓ કેરળના લોકોના સપના અને આકાંક્ષાઓને સાકાર કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેરળની રાજ્ય સરકારના સતત અસહયોગ છતાં કેરળ ભારત સરકારની પ્રાથમિકતા પર રહ્યું છે. ભારત સરકારે નક્કી કર્યું છે કે કેન્દ્ર સરકારની તમામ નોકરીઓ માટેની પરીક્ષાઓ મલયાલમ સહિત તમામ સ્થાનિક ભાષાઓમાં લેવામાં આવે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપે ક્યારેય કેરળ કે દેશના કોઈપણ રાજ્યને વોટના ચશ્માથી જોયા નથી. જ્યારે ભાજપ અહીં નબળું હતું ત્યારે પણ અમે કેરળને મજબૂત કરવાનું કામ કર્યું હતું. ગલ્ફ દેશોમાં રહેતા સાથીઓએ તાજેતરમાં અનુભવ્યું છે કે ભૂતકાળના ભારત અને આજના ભારત વચ્ચે કેટલો તફાવત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ