વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આ જનાદેશે એક નવો ઇતિહાસ રચ્યો છે

PM Narendra Modi in Varanasi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ મંગળવારે પહેલીવાર વારાણસી પહોંચ્યા. જ્યાંથી ખેડૂતોને કિસાન સન્માન નિધિનો 17 મો હપ્તો જાહેર કર્યો

Written by Ashish Goyal
Updated : June 18, 2024 20:20 IST
વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આ જનાદેશે એક નવો ઇતિહાસ રચ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત PM બન્યા બાદ મંગળવારે પહેલીવાર વારાણસી પહોંચ્યા હતા (@BJP4India)

PM Narendra Modi in Varanasi : પીએમ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ મંગળવારે પહેલીવાર વારાણસી પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીથી ખેડૂતોને કિસાન સન્માન નિધિનો 17 મો હપ્તો જાહેર કર્યો હતો. અહીં ખેડૂતો અને અન્ય લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ તેમનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કાશીની પ્રજાના કારણે હું ધન્ય બન્યો. મા ગંગા દેવીએ જેવો મને દત્તક લીધો છે, હું અહીંનો થઈ ગયો છું.

સરકાર આપણા ખેડૂત ભાઈ-બહેનોના જીવનને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ – પીએમ મોદી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમારી સરકાર આપણા ખેડૂત ભાઈ-બહેનોના જીવનને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. કાશીની પવિત્ર ભૂમિ પરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડવામાં ગર્વની લાગણી થઇ રહી છે. પીએમ મોદીએ પીએમ-કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો, જેનો લાભ 20,000 કરોડ રૂપિયાથી વધુના 9.26 કરોડથી વધુ ખેડૂતોને મળશે.

પીએમ મોદીએ કહ્યું કે 18મી લોકસભાની ચૂંટણી ભારતની લોકશાહીની વિશાળતાને, ભારતની લોકશાહીની તાકાતને, ભારતની લોકશાહીની વ્યાપકતાને, વિશ્વ સમક્ષ પુરી તાકાત સાથે પ્રસ્તુત કરે છે. યુરોપ અને યુરોપિયન યુનિયનમાં તમામ મતદારો જોડી દેવામાં આવે તો પણ ભારતમાં મતોની સંખ્યા અઢી ગણી વધારે છે. હું બનારસના તમામ મતદારોનો લોકશાહીની ઉજવણીને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરું છું. બનારસના લોકોએ પણ ત્રીજી વખત પીએમની પસંદગી કરી છે.

આ પણ વાંચો –  પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો રિલીઝ કર્યો, આવી રીતે કરો ચેક

પીએમ મોદીએ કહ્યું કે આ જનાદેશે એક નવો ઇતિહાસ રચ્યો છે. દુનિયાના લોકતાંત્રિક દેશોમાં એવું ભાગ્યે જ જોવા મળ્યું છે કે કોઈ ચૂંટાયેલી સરકાર સતત ત્રીજી વાર પાછી ફરે છે, પરંતુ આ વખતે ભારતની જનતાએ પણ આ કરી બતાવ્યું છે. 60 વર્ષ પહેલા ભારતમાં આવું થયું હતું.

હું દિવસ-રાત આવી જ રીતે મહેનત કરીશ – પીએમ મોદી

તેમણે કહ્યું કે આ એક મોટી જીત છે અને મોટો વિશ્વાસ છે. તમારો આ વિશ્વાસ એ જ મારી મહાન સંપત્તિ છે. તમારો વિશ્વાસ મને સતત તમારી સેવા કરવા, દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સખત મહેનત કરવા માટે પ્રેરિત કરે છે. હું દિવસ-રાત મહેનત કરીશ, તમારા સપનાઓ અને સંકલ્પોને પૂરા કરવા માટે દરેક પ્રયાસ કરીશ.

પીએમ મોદીએ કહ્યું કે મેં ખેડૂતો, યુવાનો, નારી શક્તિ અને ગરીબોને વિકસિત ભારતના મજબૂત સ્તંભ માન્યા છે. મેં મારા ત્રીજા કાર્યકાળની શરૂઆત તેમના સશક્તિકરણથી કરી છે. સરકાર બનતાની સાથે જ ખેડૂતો અને ગરીબ પરિવાર સાથે જોડાયેલો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં ગરીબ પરિવારો માટે 3 કરોડ નવા ઘર બનાવવા હોય કે પછી પીએમ કિસાન સન્માન નિધિને આગળ વધારવા હોય. આ નિર્ણયોથી કરોડો લોકોને મદદ મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ