જમશેદપુર રેલીમાં પીએમ મોદીએ કહ્યું - બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરી સાથે ઉભા છે JMM ના લોકો

PM Narendra Modi Jamshedpur Rally : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઝારખંડના ત્રણ સૌથી મોટા દુશ્મનો જેએમએમ, આરજેડી અને કોંગ્રેસ છે

PM Narendra Modi Jamshedpur Rally : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઝારખંડના ત્રણ સૌથી મોટા દુશ્મનો જેએમએમ, આરજેડી અને કોંગ્રેસ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi, PM Narendra Modi rally

PM Modi In Jharkhand : પીએમ નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના જમશેદપુરમાં જનસભાને સંબોધિત કરી હતી (Pics : @BJP4India)

PM Modi In Jharkhand : પીએમ નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના જમશેદપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ઝારખંડ સરકાર પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે વરસાદ ભલે ગમે તેટલો જોરદાર હોય, રુકાવટ ભલે ગમે તેટલી હોય પણ કોઇપણ રુકાવટ મને તમારાથી અલગ કરી શકશે નહીં. હું તમારા દર્શન વગર પાછો જવા માંગતો ન હતો તેથી સડકના માર્ગે તમારા દર્શન કરવા પહોંચી ગયો.

Advertisment

પીએમ મોદીએ કહ્યું કે ક્રાંતિ અને બલિદાનની આ ભૂમિ, ભગવાન બિરસા મુંડાના તપ, ત્યાગ અને આશીર્વાદની આ ધરતી. હું ઝારખંડની આ મહાન ભૂમિને નમન કરું છું. આજે કરમાપૂજાના ઉત્સાહ વચ્ચે અહીં આવતા પહેલા મને ઝારખંડને વિકાસની અનેક મોટી ભેટ આપવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. હું આપ સૌને કરમા પર્વની શુભકામનાઓ પાઠવું છું.ૉ

પીએમ મોદીએ ચંપઇ સોરેન વિશે શું કહ્યું

ચંપાઇ સોરેનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે જેએમએમ માટે આ આદિવાસી સમાજનું સન્માન નથી પરંતુ તેમનો રાજકીય ફાયદો સૌથી ટોચ પર છે. આજે ઝારખંડના ગરીબ આદિવાસીઓ પૂછી રહ્યા છે કે શું ચંપઇ સોરેનજી આદિવાસી ન હતા? શું તે એક ગરીબ પરિવારમાંથી નથી આવતા? પરંતુ જે રીતે તેમને અપમાનિત કરવામાં આવ્યા, જે રીતે મુખ્યમંત્રીની ખુરશી પર કબજો કરવા માટે તેમને અપમાનિત કરીને હટાવવામાં આવ્યા, તેનાથી ઝારખંડના દરેક ગરીબ આદિવાસીના દિલને ખૂબ જ ઠેસ પહોંચી છે. આ દરમિયાન તેમણે સીતા સોરેનનો ઉલ્લેખ કરતા કહ્યું કે સીતા સોરેનને જે રીતે પરિવારમાંથી કાઢી મુકવામાં આવ્યા તે પણ બધાએ જોયું.

ઝારખંડના ત્રણ સૌથી મોટા દુશ્મનો જેએમએમ, આરજેડી અને કોંગ્રેસ - પીએમ મોદી

Advertisment

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઝારખંડના ત્રણ સૌથી મોટા દુશ્મનો જેએમએમ, આરજેડી અને કોંગ્રેસ છે. આ જેએમએમ વાળા જેમણે આદિવાસીઓના વોટથી પોતાની રાજનીતિ ચમકાવી હતી. આજે તેઓ કોની સાથે ઉભા છે જેમણે આદિવાસીઓની જંગલ જમીન પર કબજો કર્યો છે.

આ પણ વાંચો - પીએમ આવાસમાં ગાયે વાછરડાને જન્મ આપ્યો, પીએમ મોદીએ વરસાવ્યો વ્હાલ, જુઓ વીડિયો

જેએમએમના લોકો બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો સાથે ઉભા છે. આ ઘૂસણખોરો અને કટ્ટરપંથીઓ પણ જેએમએમનો કબજો લઈ રહ્યા છે. તેમના લોકો ઝારખંડ મુક્તિ મોરચામાં પણ દાખલ થયા છે. શું તમે જાણો છો કે આવું કેમ થયું? કારણ કે કોંગ્રેસનું ભૂત જેએમએમમાં ઘૂસી ગયું છે. જ્યારે કોંગ્રેસનું ભૂત કોઈ પક્ષમાં પ્રવેશે છે, ત્યારે તુષ્ટિકરણ એ જ તે પક્ષનો એજન્ડા બની જાય છે. આ માટે આ લોકો પહેલા દલિત, આદિવાસી અને પછાત સમાજના હિતોનું બલિદાન આપે છે. જેએમએમ સાથે પણ આવું જ થઈ રહ્યું છે.

પીએમ મોદીએ રાંચીથી જ વંદે ભારતની 6 ટ્રેનોને લીલી ઝંડી આપી હતી.

દેશ PM Narendra Modi