PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઘણી વખત દાવો કરવામાં આવ્યો છે કે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે એક પણ દિવસની રજા લીધી નથી. તેઓ દરેક સમયે ફરજ પર હોય છે, પીએમઓના રેકોર્ડ સમયાંતરે આ વાતની પુષ્ટિ કરે છે. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ વડાપ્રધાન મોદી જ્યારે 45 કલાક સુધી કન્યાકુમારી ધ્યાન કરવા ગયા ત્યારે દરેકના મનમાં એક સવાલ ઉભો થયો હતો કે શું આને તેમની રજા ગણવી જોઈએ કે પછી તેઓ ઓન ડ્યુટી હતા.
કન્યાકુમારી મુલાકાતઃ શું પીએમ મોદી રજા પર હતા?
આ જ સવાલ બીબીસી એ પીએમઓને પૂછ્યો છે અને તેમને પણ ખૂબ જ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો છે. પીએમઓ તરફથી જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાને પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ દિવસની રજા લીધી નથી. પીએમ નરેન્દ્ર મોદીએ રજા નથી લીધી, પરંતુ ભારતનો ઇતિહાસ દર્શાવે છે કે કેટલાક પૂર્વ વડાપ્રધાનોએ સમયાંતરે રજા જરૂર લીધી છે અને તેમણે આ અંગે જાહેરમાં માહિતી આપી છે. આ યાદીમાં જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયીના નામનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન રજા પર, પ્રોટોકોલ શું કહે છે?
ભૂતકાળમાં જોવામાં આવ્યું છે કે જો વડાપ્રધાનને ક્યારેય અંગત કામથી વિરામ લેવાની જરૂર પડે તો તેવા કિસ્સામાં કોઇ સિનિયર મંત્રીને જવાબદારી સોંપવામાં આવે છે જેથી કામકાજને કોઈ પણ પ્રકારની અસર ન થાય. જો કે પીએમ નરેન્દ્ર મોદી ની કન્યાકુમારી મુલાકાત અંગે કોઇ માહિતી નથી કે તેમણે પીએમઓને આ અંગે કંઇ જણાવ્યું કે નહીં. પરંતુ કન્યાકુમારીના વીડિયો પીએમ મોદીના યૂટ્યૂબ પર અને ઘણી ન્યૂઝ ચેનલો પર વાયરલ થયા હતા, તેથી તેનું પ્રસારણ જરૂર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો | PM મોદી તોડશે મનમોહન સિંહનો રેકોર્ડ, જાણો લાલ કિલ્લા પરથી કયા વડાપ્રધાને કેટલી વાર લહેરાવ્યો તિરંગો
જો ધ્યાન કરવાને ફરજ તરીકે ગણવામાં આવે છે, તો કેટલાક નિષ્ણાતો તેને પચાવી શકતા નથી, તેઓ દલીલ કરે છે કે ધ્યાન એ કોઈનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે, તેને ફરજના ભાગ રૂપે વર્ણવી શકાય નહીં.