PM Narendra Modi Kerala port inauguration : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના પ્રવાસે છે. અહીં તેમણે તિરુવનંતપુરમમાં દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય ડીપવોટર ટ્રાન્સશિપમેન્ટ પ્રોજેક્ટ, વિઝિનામ ઇન્ટરનેશનલ સીપોર્ટનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ જનતાને સંબોધન પણ કર્યું હતું. તે તેમના કટાક્ષ માટે જાણીતા છે અને તેણે ફરી એકવાર આવો જ કટાક્ષ કર્યો છે. તેમણે સીએમ પિનરાઈ વિજયન અને સાંસદ શશિ થરૂરનું નામ લઇને વિપક્ષી દળોના ઇન્ડિયા ગઠબંધન પર કટાક્ષ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈશારામાં કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો અને આખા ઇન્ડિયા ગઠબંધન ઉપર પણ પ્રહારો કર્યો હતો. પીએમે કહ્યું કે હું સીએમને કહેવા માંગુ છું તમે ઇન્ડી ગઠબંધનના મજબૂત સ્તંભ છો, શશિ થરૂર પણ અહીં બેઠા છે. આજનો કાર્યક્રમ ઘણા લોકોની રાતોની ઊંઘ ઉડાડી દેશે. આ વાત જ્યાં પહોંચવી જોઈએ ત્યાં પહોંચી પણ ગઇ હશે.
પીએમ મોદીએ પોર્ટ્સનું મહત્વ સમજાવ્યું
પીએમ મોદીએ જણાવ્યું હતું કે પોર્ટની અર્થવ્યવસ્થાની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે માળખાગત વિકાસ અને વેપાર કરવામાં સરળતાને પ્રાથમિકતા આપવામાં આવે અને તેને પ્રોત્સાહન આપવામાં આવે. છેલ્લા એક દાયકામાં આ અભિગમ સરકારની બંદરગાહ અને જળમાર્ગોની નીતિઓનો આધારશિલા રહ્યો છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓને આગળ વધારવા અને રાજ્યના વિકાસને આગળ વધારવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
8800 કરોડના ખર્ચે બન્યું છે વિઝિનજામ બંદરગાહ
વિઝિનજામ ઈન્ટરનેશનલ ડીપવોટર મલ્ટીપર્પઝ સીપોર્ટનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ પોર્ટનું નિર્માણ 8800 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે અને નજીકના ભવિષ્યમાં તેના ટ્રાન્સશિપમેન્ટ હબની ક્ષમતા ત્રણ ગણી થઈ જશે. તેને મોટા કાર્ગો જહાજોને સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે એક મહત્વપૂર્ણ જરૂરિયાતને પૂર્ણ કરે છે.
આ પણ વાંચો – અમિત શાહે કહ્યું – પહેલગામ હુમલાનો બદલો લેવામાં આવશે, આ નરેન્દ્ર મોદીનું ભારત છે
પીએમ મોદીએ કહ્યું – હવે દેશના નાગરિકોને વધુ ફાયદો થશે
પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધી ભારતની 75 ટકા ટ્રાન્સશિપમેન્ટ ગતિવિધિઓ વિદેશી પોર્ટ પર સંચાલિત કરવામાં આવતી હતી, જેના કારણે દેશને આવકમાં મોટું નુકસાન થતું હતું. પહેલા જે પૈસા વિદેશમાં લગાવવામાં આવતા હતા હવે ઘરેલું વિકાસમાં ઉપયોગમાં લેવાશે.
તેમણે કહ્યું હતું કે વિઝિનજામ કેરળનાં લોકો માટે નવી આર્થિક તકો ખુલશે, જે સુનિશ્ચિત કરશે કે દેશની સંપત્તિનો સીધો લાભ તેનાં નાગરિકોને મળશે.